Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કુવાડવા પોલીસ સ્ટેશનના ખનીજ ચોરીના ગુનામાં પકડાયેલ બે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૧: ખનીજ ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપીઓને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સંજયકુમાર સુંદરભાઇ બારૈયા એ પીળા કલરના ટ્રક નં. જીજે-૦૩-બીવી-૭ર૯૦, ટ્રક નં. જીજે-૧૩-એકસ-૭૬૭પ, લોડર મશીન નંબર જીજે-૦૩-એચઇ-પ૮૮૮ સામે રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુજરાત ખનીજ હેરફેર એ સંગ્રહ નિવારણ અધિનિયમની કલમ ૩, ૧ર તથા ધી માઇન્સ એન્ડ મટીરીયલ ડેવલોપેમીન્ટ રેગ્યુલેશન એકટની કલમ ૪(૧)(એ), ર૧ મુજબની ફરિયાદ તા. ૦૬/૦૯/ર૦ર૦ના રોજ ફરિયાદ નોંધાવેલ. સદરહું ખનીજ સરકારી માલીકીનું હોય તે નિયમ વિરૃદ્ધ સંગ્રહ કરી ચોરી કરી ગુન્હો કર્યા બાબતની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ત્યાર બાદ આરોપી અભયસિંહ નરેન્દ્રસિંહ તથા હિતેષભાઇ મકવાણાની પોલીસ અમલદારો દ્વારા અટક ધરપકડ કરવામાં આવેલ જેમાં બન્ને આરોપીને રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી ગુજારતા કોર્ટે રૃા. ૧પ,૦૦૦/- ના જામીન ઉપર મુકત કરેલ છે.

અરજદાર યુવાન વયના હોય અને અરજદારનો કોઇ પુર્વ ગુન્હાહીત ઇતિહાસ ન હોય અને સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના જજમેન્ટોને ધ્યાને રાખી તેવી આરોપીના વકીલ શ્રી દ્વારા લંબાણ પૂર્વક દલીલ કરવામાં આવેલ સરકાર પક્ષ તથા બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાનમાં લઇ રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબે અભયસિંહ નરેન્દ્રસિંહ તથા હિતેષભાઇ મકવાણાને રૃા. ૧પ,૦૦૦/- ના જામીન ઉપર મુકત કરેલ છે.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી કે. એન. કવૈયા, કે. ડી. ચૌહાણ, આર. એમ. પરમાર, સી. બી. તલાટીયા અને પરેશ કુકાવા રોકાયેલ હતા.

(3:11 pm IST)