Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મજુરી કામનું સોનુ લઇને ફરાર થઇ જતા બંગાળી શખ્સ સામે કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. રર : સોની બજારમાંથી સોની કામની મજુરી કામ કરવા માટે આપેલ સોનુ આશરે (૬૦૩.૩૦૦ ગ્રામ) સોનુ લઇને ફરાર થઇ ગયેલ આરોપી સામે પ્રોસેસ ઇસ્યુ કરી તેની સામે ઇન્કવાયરી દાખલ કરવા કોર્ટે હુકમ ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે ફરીયાદી ઉત્તમ સુબલ બેરા, રહે-રાજકોટવાળાની ઓફીસ સોની બજાર, ગીરીરાજ ચેમ્બર, ઓફીસ નં.-ર૪૧, રાજકોટ ખાતે આવેલ છે તેમની ઓફીસમાં આરોપી શેખ આરબ અલી, રહે.-દાનપુર, ઉત્તરપરા, પાંડઆહ થાના, ચાંદપુર, જીલ્લા-હુબલી (વેસ્ટ બંગાલ) વાળા તેમના ત્યાં સોની કામની મજુરી કામ કરતા હતા ફરીયાદી પાસેથી અવાર નવાર સોનુ મજુરીકામ કરવા માટે લઇ જતા હતા. અને મંજુરીકામ કરીને સોનું પરત આપી જતા હતા.

ત્યારબાદ આ કામના આરોપી ગત તા. ર૧/૩/ર૦૧૭ ના રોજ આરોપીના કારખાનામાથી સવારે ૯ કલાકની આસપાસ ફરીયાદી કારખાને હાજર ન હતા તે વખતે આ કામના આરોપી શેખ આરબ અલી સોનીકામ (પોલીસ મજુરી કામ) કરવા માટે આપેલ હતું તે સોનું આરોપી લઇને પોતાના વતન પશ્ચિમ બંગાળ ભાગી ગયેલ છે જે અંગેની ફરીયાદ રાજકોટના ચીફ જયુડી મે.જી. જજ શ્રી એ.જે. રાણાની કોર્ટમાં ફોજદારી કેમ કરતા કેસ જજશ્રીએ રજીસ્ટરે લઇ અને ફોજદારી ઇન્કવારી દાખલ કરી અને આરોપી સામે પ્રોસેસ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી મહેશ એન.પુંઘેરા રોકાયેલા હતા.

(2:50 pm IST)