Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ચોટીલાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ કોળી શખ્સના જામીન મંજુર

રાજકોટ, તા.૨૨: સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ  નોંધાયેલ ફરીયાદમાં અલ્પેશભાઇ નરશીભાઇ ચૌહાણને જામીન ઉપર મુકત કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર પુત્રીનું અપહરણ થયા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી ત્યારબાદ આ કામના આરોપી અલ્પેશભાઇ નરશીભાઇ ચૌહાણની ધરપકડ થતા પોકસો કલમ પ (એલ), પ (જે), (૨), પ (એન), ૬, ૧૮ તથા દુષ્કર્મની કલમ ૩૭૬ (૨) (એન) ૩૭૬(સી) (૩)નો ઉમેરો કરવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર સગીરાને આરોપી અલ્પેશભાઇ નરશીભાઇ ચૌહાણ સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે લગ્ન કરવાના ઇરાદે ભાગી ગયેલ હતી. જેમાં આરોપીની ધરપકડ થતા આરોપીને જેલ હવાલે કરેલ હતો. ત્યારબાદ આ કામમાં ચાર્જશીટ થઇ જતા બદલાયેલા સંજોગોને ધ્યાને લઇ આરોપીએ તેમના વકીલશ્રી મારફત સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવેલ હતી જેથી નારાજ થઇ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરતા ગુજરાત હાઇકોર્ટે આરોપી અલ્પેશભાઇ નરશીભાઇ ચૌહાણના વકીલશ્રીની દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી અલ્પેશભાઇ નરશીભાઇ ચૌહાણને રૂ.૧૦,૦૦૦/ના જામીન ઉપર ુમુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી તરીકે ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટના એડવોકેટ હિરેન ન્યાલચંદાણી તથા વિજય પટગીર રોકાયેલ હતા.

(3:57 pm IST)