Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગાંજા સાથે પકડાયેલા જંગલેશ્વરના 2 શખ્સોને પીઆઇટી એનડીપીએસ કાયદા હેઠળ ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા પોલીસ કમિશ્નર અગ્રવાલ: ભક્તિનગર પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટ: ગાંજા સાથે પકડાયેલા જંગલેશ્વરના 2 શખ્સોને નવા કાયદા હેઠળ ડિટેઇન કરી જેલહવાલે કરાયા છે. ભકિતનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ  માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરીને મોકલવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સુચના તેમજ માર્ગદર્શન આપતા આવા રેર કેસમાં દરખાસ્ત તૈયાર કરી ડી.જી.પી. સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ મોકલવા સુચના કરેલ હોય આવી કાર્યવાહી કરવાથી માદક પદાર્થનો વેપાર-ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે માટે PIT NDPS દરખાસ્તો તૈયાર કરી મોકલતા, પોલીસ મહાનિર્દેશક  સી.આઇ.ડી. ક્રાઇમએ આ કાયદાની કલમ-૩ હેઠળ અટકાયતમાં લેવા હુકમો કરી વોરંટ ઇસ્યુ કરતા બે હુકમોની બજવણી કરવામાં આવેલ છે.

અટકાયતિઓના નામ-

(૧) અબ્દુલ સુમારભાઇ જુણાચ  (ઉ.વ. ૪૫ રહે. જંગલેશ્વર શેરીનં. ૭ કાજલ પાનની પાછળ રાજકોટ)ને પોરબંદર જેલ ખાતે તથા (૨) હનીફ ઉર્ફ ગની જુશબભાઇ લીંગડીયા (ઉ.વ. ૫૩ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે. રહે. જંગલેશ્વર ગાંધી સોસાયટીશેરી નં. ૧૮ દેવપરા મેઇન રોડ ૮૦ ફુટ મેઇન રોડ રાજકોટ)ને અમદાવાદ જેલમાં મોકલવા તજવીજ કરવામાં આવી છે.

આ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓઃ પોલીસ ઇન્સ. જે.ડી.ઝાલા, પી.સી.બી ઇ.પો.ઇન્સ. આર.વાય.રાવલ,  હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, કોન્સ.ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, હોમગાર્ડ હાર્દીક પીપળીયા તથા પી.સી.બી. શાખાના હે.કો. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામિ તથા CID CRIME ગાંધીનગરના પો.કોન્સ. પારસભાઇ ટાંક, હિતેષભાઇ મેરીયાએ આ કાર્યવાહી કરી છે.

(7:09 pm IST)
  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST