Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાજકોટમાં સીટ બેલ્ટ વિના નિકળેલી યુવતિની કારને મહિલા પીએસઆઇએ રોકતા કાર ભગાવી મૂકી: પીછો કરી પકડતા ભારે દેકારો મચાવ્યો, પોતે અધિકારી હોવાની ઓળખ આપી

રાજકોટઃ બહુમાળી ભવન પાસે ફરજ પર રહેલા મહિલા પીએસઆઈએ એક મહિલા માસ્ક વગર કાર હંકારી નીકળતા કાર અટકાવતા મહિલાએ કાર ભગાવી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કાર આંતરી ત્યાં અન્ય મહિલા યુવતિની મદદે પહોંચી ગઈ હતી. પોતે કલાસ ટુ ઓફિસર હોવાનું મહિલાએ રટણ કર્યું અને પોલીસને કહ્યું બુટલેગરોને પકડી બતાવો. 

ભારે દેકારો હોબાળો થતા લોકોના ટોળેટોળા એકઠા થયા. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જો કે હજુ ફરિયાદ નોંધાઇ નથી. મહિલાએ પોતાને હોસ્પિટલના કામે જવું હોય ઉતાવળ હોવાથી કાર ભગાવ્યાનુ રટણ કર્યું હતું.

(8:59 pm IST)