Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

હવે ગરમી માટે તૈયાર રહેજો : આ અઠવાડીયે પારો ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૨ થી ૨૮ ફેબ્રુઆરી સુધીની આગાહી : ૨૪મીથી પવનનું જોર પણ વધશે : આગાહીના પાછલા દિવસો (૨૫મીએ જોરદાર) દરમિયાન ઝાકળવર્ષા

રાજકોટ, તા. ૨૨ : હાલમાં થોડા દિવસથી ઠંડીનું જોર એકદમ ગાયબ છે. ઠંડી હવે વિદાય લઈ રહી છે ત્યારે હવે આગામી સપ્તાહમાં ગરમી માટે તૈયાર રહેજો. આ અઠવાડીયે ગરમીનો પારો ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે. આગામી સપ્તાહ દરમિયાન ૨૪મીથી પવનનું જોર પણ વધશે તો આગાહીના પાછલા દિવસોમાં ઝાકળવર્ષા પણ જોવા મળશે.

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા. ૨૨ થી ૨૮ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે તા.૨૨ અને ૨૩ના મુખ્યત્વે ઉત્તર દિશાના પવન ફૂંકાશે. બાદ તા.૨૪ થી ૨૮ દરમિયાન પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે. ૨૩મી સુધી પવનની ઝડપ ૧૦ થી ૨૦ કિ.મી. ત્યારબાદ તા.૨૪ થી ૨૮ દરમિયાન ૧૫ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફંૂકાશે.

પશ્ચિમી પવનના લીધે સવારે ભેજ જોવા મળશે. જે આખર સુધી રહેશે. જેથી ઝાકળની શકયતા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તા.૨૪ થી ૨૮ દરમિયાન રહેશે. તા.૨૪ના કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સિમીત વિસ્તારમાં હળવી ઝાકળ, તા. ૨૫ના વિસ્તાર અને માત્રામાં વધારો થશે. તા. ૨૭ મધ્યમ ઝાકળવર્ષા તેમજ ૨૮મીના સીમીત વિસ્તારોમાં હળવી ઝાકળવર્ષા જોવા મળશે.

(11:53 am IST)