Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ચૂંટણી બાદ સટ્ટા બજાર ગરમ : રાજકોટમાં મતદાન બાદ ભાજપની બેઠકો ઘટી, કોંગ્રેસને ૨૨ આપના ભાવ સ્થીર

રાજકોટઃ ગઇકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો અને ૪૧.૭૫ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે ત્યારે સટ્ટા બજારમાં પણ મતદાન બાદ ભાવમાં વધઘટ થઇ રહ્યા છે.

 રાજકોટમાં સટ્ટાબજારમાં મતદાન પછી ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ભાજપને ૪૩ બેઠકોનુ અનુમાન છે તો કોંગ્રેસને ૨૨ બેઠકો અને AAPના ભાવ સ્થિર છે અને ૫ બેઠકના ભાવ મતદાન પછી યથાવત રહ્યા છે.

 મતદાન પહેલા ભાજપને ૫૦થી ૫૨ બેઠકનું અનુમાન હતું જો કે, ત્યારબાદ ભાવમાં વધઘટ જોવા મળી હતી અને હવે ભાજપને ૪૩ બેઠકોનું અનુમાન છે.

 ગુજરાતની ૬ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની ૫૭૫ બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ ૪૧.૭૫ ટકા મતદાન થયું છે.

(1:16 pm IST)