Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શાપર-વેરાવળમાં લલીત ઉર્ફે લકી ધામેચા દેશી તમંચા સાથે પકડાયો

તમંચો ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા પાસેથી લાવ્યાની કેફીયત

રાજકોટ, તા. રર :  શાપર-વેરાવળ પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ તથા હેડ કો. રોહિતભાઇ બકોત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે શાપર-વેરાવળ ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ લલીત ઉર્ફે લકી હેમંતભાઇ ધામેચા રે. વાછરાડાડાના મંદિર પાસે શાપરને રોકી તલાસી લેતા તેના કબજામાંથી દેશી બનાવટનો તમંચો બાર બોરનો કિ. પ૦૦૦ મળી આવતા તેની ધરપકડ કરાઇ હતી. પકડાયેલ લલીત ઉર્ફે લકી ધામેચાએ આ દેશી તમંચો ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમોલી ઉર્ફે અનીલભાઇ રોજાસરા પાસેથી લીધાની કબુલાત આપતા તેની સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.

(12:58 pm IST)