Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શાપર-વેરાવળ નજીક ખાનગી બસ પાછળ એકટીવા ઘુસી જતા દેવાંગભાઇ તન્નાનું મોત

બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયોઃ બસ ચાલકની શોધખોળ

રાજકોટ તા. રર :.. શાપર-વેરાવળ નજીક ખાનગી બસના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા એકટીવા બસ પાછળ અથડાતા ચાલક લોહાણા યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે નેશનલ હાઇવે ઉપર કલ્પવન પાટીયા સામે ગઇકાલે સાંજે ખાનગી બસના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતુ એકટીવા નં. જી. જે. ૦૩ - જે. એસ.-૦૦પ૦ બસ પાછળ ઘુસી જતા ચાલક દેવાંગભાઇ દિનેશભાઇ તન્ના (ઉ.ર૮) રે. મુળગામ ગામ ચરખા તા. બાબરા હાલ શાપર-વેરાવળને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા પણ ત્યાં તેનું મોત નિપજયું હતું.

 મૃતક દેવાંગભાઇ સુતારીકામ કરતા હતાં. બનાવ બાદ બસ ચાલક નાસી છૂટયો હતો.

બનાવ અંગે મૃતકના ભાઇ ઉત્સવભાઇએ અજાણ્યા બસ ચાલક સામે ફરીયાદ કરતા પોલીસે બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ વી. બી. બરબસીયા ચલાવી રહ્યા છે.

(3:15 pm IST)