Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નારાયણનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા નિલેષ પકડાયો

ભકિતનગર પોલીસે નિલેષ પીઠડીયાની ધરપકડઃ નૈમીષ તન્નાની શોધખોળ

રાજકોટ તા. રરઃ નારાયણનગર મેઇન રોડ પરથી ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા દરજી શખ્સને ભકિતનગર પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ તથા હેડ કોન્સ. આર. જી. પઢારીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નારાયણનગર મેઇન રોડ પર ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા નિલેષ રમેશભાઇ પીઠડીયા (ઉ.૩૭) (રહે. નારાયણનગર શેરી નં. ર) ને પકડી લઇ રૂ. ૩પ૦ રોકડા અને મોબાઇલ મળી રૂ. ૧૦૩પ૦ ની મતા કબજે કરી હતી. જયારે નાના મવા રોડ શ્યામલ સ્કાયલાઇટ ફલેટના નૈમીષ પ્રવિણભાઇ તન્નાની શોધખોળ હાથ ધરી છે.

(3:17 pm IST)