Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પાળ ગામ પાસે પાર્ક કરેલી ક્રેટા કારમાં આગઃ ૧પ લાખનું નુકસાન

વાયરીંગમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું તારણ

રાજકોટઃ પાળ ગામ મેઇન રોડ પર આવેલ જય સરદાર પાર્ટી પ્લોટ સામે પાર્ક કરેલી જીજે.-૧૦સીજી-૩૪૯૬ નંબરની ક્રેટા કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી બનાવની જાણ થતા ક્રેટા કારના માલીક પ્રવિણભાઇ ભીખાભાઇ હીરપરા દોડી આવ્યા હતા. તેણે જાણ કરતા ફાયર બ્રિગેડના વિનોદભાઇ સંજયભાઇ તથા યોગેશભાઇ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી અડધી કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. કાર સંપુર્ણ સળગી જતા અંદાજે ૧પ લાખનું નુકશાન થયું હોવાનું અને આગ કારમાં વાયરીંગમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું કાર માલીક પ્રવિણભાઇ હિરપરાએ જણાવ્યું હતું.

(3:17 pm IST)