Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરાના મહામારીમાં વકીલના સંતાનોને સ્કુલ-ફી-મેડીકલ સહાય ચુકવવા માંગણી

બાર એસો.ના કારોબારી સભ્ય કૈલાષ જાનીની રજુઆત

રાજકોટ તા. રર : હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ કોરોનાની મહામારીમાં સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ-સાત મહીનાથી લોકડાઉન જેવી પરિસ્થિતિમાં ગુજરાતભરની તમામ કોર્ટો અરજન્ટ કામગીરી સિવાયની તમામ કામગીરી બંધ હોય. જેના કારણે વકીલોને હાલમાં ખુબ જ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે. જેના કારણે સમગ્ર રાજકોટમાં વકિલોને થઇ રહેલ મુશ્કેલી સંબંધે રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્ય કૈલાશ જાનીએ સૌરાષ્ટ્ર-કચ્છના ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ રજુઆત કરેલ છે કે, રાજકોટ જિલ્લાના વકીલશ્રીઓના પરીવારજનોને આ સમય ગાળા દરમિયાન આવક બંધ હોવાના કારણે શિક્ષણ અને મેડીકલ સહાય ફ્રી ઓફ ચાર્જ આપવા માટે ટ્રસ્ટોને યોગ્ય હુકમ/ડીરેકશન આપવી જોઇએ.

આ અંગે તેમણે ચેરીટી કમિશ્નરસાહેબની સતાઓનો ઉલ્લેખ કરતા જણાવેલ છે કે, તેઓ તેમના ટેરેટોરીયલ જયુરીડીકશનમાં કામ કરતા ટ્રસ્ટોના સર્વોચ્ચ ટ્રસ્ટી છે. અને તેઓ પબ્લીક એટ લાર્જના હિતમાં આવુ ડીરેકશન આપીને ેવકિલોને આ કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થઇ શકે તેમ છે.

આ અંગે કૈલાશ જાનીએ વિશેષમાં રજુઆત કરી છે કે, ગુજરાતના પબ્લીક ટ્રસ્ટસ એકટ ૧૯પ૦ માં સંયુકત ચેરીટી કમિશ્નર સાહબે કે ચેરીટી કમિશ્નર સ્વયંમપ્રેરીત સતાઓ પહોંચે છે અને તેઓ પોતાના સ્વયંમપ્રેરીત અધિકારોનો ઉપયોગ કરીને ટ્રસ્ટોને કોઇપણ પ્રકારની ડીરેકશન આપી શકે છે.વિશેષમાં કૈલાશ જાનીએ રજુઆત કરેલ છે કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં અંદાજે એજયુકેશન અને મેડીકલ હેતુઓવાળા ટ્રસ્ટોની સંખ્યા આશરે દશ હજાર કરતા વધુ થાય છે. જયારે રાજકોટ શહેરમાં વકીલોની સંખ્યા માત્ર ૩પ૦૦ થી ૪૦૦૦ વકીલશ્રીઓ નોંધાયેલા છે. એટલે કે, દરેક ટ્રસ્ટ એક-એક બે-બે બાળકોને ભણાવવાની અને એક એક પરીવારજનોને મેડીકલ સહાય પુરી પાડવાની જવાબદારી ઉપાડે તો પણ પરિસ્થિતિને પહોંચી શકાય તેમ છે.આમ, ઉપરોકત વકિલોના હિતમાં શ્રી કૈલાશ જાનીએ આ અંગેની રજુઆતો ગુજરાત રાજયના ચીફ જસ્ટીસ સાહેબ, રાજયપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણ અને કાયદા મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી તેમજ ગુજરાત ચીફ ચેરીટી કમિશ્નરશ્રીને પણ આવી રજુઆતો કરેલ છે.

(3:22 pm IST)