Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજકોટની પ ખાનગી હોસ્પીટલના રપ૦ બેડ મુકત કરતા કલેકટર

જેમણે નવી કોવીડ હોસ્પીટલ ઉભી કરી છે તેમના બેડ ફ્રી નહીં કરાય કે હોસ્પીટલ બંધ નહી થાયઃ કુલ ૧૦ અરજીઓ આવી છે : જે ખાનગી હોસ્પીટલે પોતાની જગ્યામાં કોવીડ-૧૯ બનાવી તંત્રે પ૦ ટકા બેડ લઇ લીધા તેમના રપ૦ બેડ ફ્રી કરાયા છે : જીલ્લામાં એકટીવ કેસ ૧ હજારથી નીચે ગયા તે સારી વાત છેઃ દિવાળી સુધી આવો ટ્રેન્ડ રહે તે જરૂરી : લોકો જાગૃતી રાખે : સગાઇ કે લગ્નમાં ૧૦૦ થી ર૦૦ લોકો હોય તેમને પરવાનગીની જરૂર નથી

રાજકોટ, તા., ૨૨: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટની પ જેટલી ખાનગી હોસ્પીટલના અમે રપ૦ બેડ કે જે કોવીડ-૧૯ના કેસો માટે લઇ લેવાયા હતા. તે આજ સાંજ સુધીમાં કે કાલ સુધીમાં એક ઓર્ડર મારફત રીલીઝ કરી દેવાશે.

તેમણે સ્પષ્ટતા કરતા જણાવેલ કે જેમણે નવી હોસ્પીટલ ઉભી કરી છે. નવા સ્થળે સ્પે. કોવીડ-૧૯ હોસ્પીટલ બનાવી છે. તેમના બેડમુકત નહી કરાય કે આ હોસ્પીટલ બંધ પણ નહી થવા દેવાય. પરંતુ જેમની મુળ જગ્યાએ હોસ્પીટલ ચાલુ છે અને તે સ્થળે ઉપર કોવીડ-૧૯નો ખાસ વોર્ડ ઉભો કરાયો છે. જેમના પ૦ ટકા બેડો ફોર્સ સુધી તંત્રે લઇ લીધા હતા. તેવી કુલ પ જેટલી ખાનગી હોસ્પીટલના કુલ રપ૦ આસપાસ બેડ અને સાંજ સુધીમં રીલીઝ કરી રહયા છીએ.

આ કરવા પાછળ કારણ આપતા કલેકટરે જણાવ્યું હતું કે હાલ આ બધા બેડો ખાલી છે. આથી આ હોસ્પીટલમાં અન્ય પ્રકારના દર્દીઓ તથા મા-અમૃતમ કાર્ડ ધરાવતા દર્દીઓને માટે બેડ ઉપલબ્ધ બની શકે તે માટે ૨૫૦ બેડ રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

આવી હોસ્પીટલોમાં એચ.જે.દોશી હોસ્પીટલ, ર્સ્ટરલીંગ સહીત કુલ પ હોસ્પીટલ છે. કુલ ૧૦ જેટલી અરજીઓ આવી છે. પરંતુ હાલ પ અંગે નિર્ણય લેવાયો છે.

તેમણે જણાવેલ કે આમાં પણ રાહત રહેશે કે જયારે તંત્રને જરુર પડે ત્યારે આ મુકત કરાયેલ બેડ પરત આપી દેવા પડશે.

કોરોના અપડેટ સ્થિતિ અંગે તેમણે જણાવેલ કે જીલ્લામાં ૧ હજાર નીચે એકટીવ કેસ ગયા તે સારી બાબત છે. આવુ દિવાળી સુધી રહે તે જરૂરી બન્યું છે. આ હવામાં સ્પ્રેડ થતો વાયરસ છે. લોકો ખાસ જાગૃતી રાખે-માસ્ક તો ખાસ પહેરે તે જરૂરી બન્યું છે. કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે રાજકોટમાં એવા ઘણા કેસ બહાર આવ્યા છે કે જેમાં લોકોને અસર થઇ હોય અને પ થી ૮ દિવસ મોડી જાણ કરી હોય, લોકો આમ ન કરે ડોકટરોનો તુર્ત જ સંપર્ક કરે તેવી તેમણે અપીલ કરી હતી.

દર્દીઓને માટે બેડ ઉપલબ્ધ બની શકે તે માટે રપ૦ બેડ રીલીઝ કરવાનોો નિર્ણય લીધો છે. આવી હોસ્પીટલોમાં એચ.જે.દોશી હોસ્પીટલ, ર્સ્ટરલીંગ સહીત કુલ પ હોસ્પીટલ છે. કુલ ૧૦ જેટલી અરજીઓ આવી છે. પરંતુ હાલ પ અંગે નિર્ણય લેવાયો છે.

તેમણે જણાવેલ કે આમાં પણ શરત રહેશે કે જયારે તંત્રને જરૂર પડે ત્યારે આ મુકત કરાયેલ બેડ પરત આપી દેવા પડશે.

કોરોના અપડેટ સ્થિતિ અંગે તેમણે જણાવેલ કે જીલ્લામાં ૧ હજાર નીચે એકટીવ કેસ ગયા તે સારી બાબત છે. આવુ દિવાળી સુધી રહે તે જરૂરી બન્યું છે. આ હવામાં સ્પ્રેડ થતો વાયરસ છે. લોકો ખાસ જાગૃતી રાખે માસ્ક તો ખાસ પહેરે તે જરૂરી બન્યું છે. કલેકટરે નિર્દેશ આપ્યો કે રાજકોટમાં એવા ઘણા કેસ બહાર આવ્યા છે કે જેમાં લોકોને અસર થઇ હોય અને  પ થી ૮ દિવસ મોડી જાણ કરી હોય, લોકો આમ ન કરે ડોકટરોનો તુર્ત જ સંપર્ક કરે તેવી તેમણે અપીલ કરી હતી.

(4:09 pm IST)