Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોના : રાજકોટ મનપાની ટીમ એક્શન મોડમાં આવી

કોરોના કેસ વધતા રાજકોટ તંત્રનો નિર્ણય : લોકોએ અડધું માસ્ક પહેર્યુ હશે કે દાઢીએ માસ્ક લટકાવ્યું હશે તે લોકોને રૂપિયા ૨૦૦નો દંડ ફટકારવામાં આવશે

રાજકોટ, તા. ૨૨ : દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા, સુરતમાં કરફ્યૂ આપવામાં આવ્યો છે આ વચ્ચે રાજકોટથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રાજકોટ મનપા એક્શન મોડમાં આવી ગઇ છે. રાજકોટમાં લોકોને મોઢું અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય જો માસ્ક વગરના હશે તે લોકોને દંડ ફટકારવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ આતંક મચાવ્યો છે. કોરોનાના કારણે પહેલાથી જ લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા, તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે અચાનક રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવી ગયું છે તે બાદ કરફ્યૂ આપી દેવામાં આવ્યું છે અને કામ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જ્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી ગઇ છે. રાજકોટમાં જો કોઇ માસ્ક વગર કે માસ્ક બરાબર નહીં પહેરનારોઓને દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જે લોકોએ અડધું માસ્ક પહેર્યુ હશે કે દાઢીએ પણ માસ્ક લટકાવ્યું હશે તે લોકોને પણ રૂપિયા ૨૦૦નો દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં અસંખ્ય પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે જેને કારણે તંત્ર દ્વારા અમદાવાદ સહિતઅનેક શહેરમાં કરફ્યૂ લગાવી દીધો છો.

(8:02 pm IST)