Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ચેકીંગ માટે અટકાવાતાં ભગાવાયેલી કારને રોકતાં કારચાલક યુવતિ અને તેના માતાની મહિલા પીએસઆઇ સાથે ભારે ધમાલ

યુવતિએ કહ્યું હોસ્પિટલે જવાનું મોડુ થતું હતું: એ પછી તેણીના પ્રોફેસર માતા આવી પહોંચતા ભારે દેકારો થયોઃ મામલો પોલીસ સુધી પહોંચ્યા પછી ૫૦૦નો દંડ વસુલાયો અને બંને વિરૂધ્ધ લેખિત અરજી આપવામાં આવી

રાજકોટઃ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશનની બહાર ગત સાંજે વાહન ચેકીંગ વખતે એએઅસાઇ વિજયભાઇ સોલંકી તથા બીજા મહિલા કોન્સ્ટેબલે એક કારને અટકાવતાં તેની ચાલક યુવતિએ કાર રોકવાને બદલે ભગાવી મુકતાં પોલીસે પીછો કરી બહુમાળી ભવન પાસે કાર આંતરી લીધી હતી. એ પછી મહિલા પીએસઆઇ જલવાણી સહિતના પણ પહોંચતા અને કારચાલક યુવતિ પાસે ગાડીના કાગળો, લાયસન્સ સહિતના દસ્તાવેજો માંગતા યુવતિએ પોતે કલાસ ટુ ઓફિસર હોવાનું કહી તમે બુટલેગરોને આ રીતે પકડી બતાવો તેમ કહી હોબાળો મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. સહિતના સ્ટાફે  બેલ્ટ વિના નિકળેલી યુવતિની કારને મહિલા પીએસઆઇએ રોકતા કાર ભગાવી મૂકીૅં પીછો કરી પકડતા ભારે દેકારો મચાવ્યો, પોતે અધિકારી હોવાની ઓળખ આપી મહિલા પીએઅસાઇ સાથે ઝપાઝપી કરી લીધી હતી. એ પછી એ યુવતિએ ફોન કરી પોતાના અધ્યાપિકા માતાને બોલાવતાં તેની પણ પોલીસ સાથે ભારે ચડભડ થઇ હતી. કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં પ્ર.નગર પોલીસની પીસીઆર પણ આવી પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જો કે બાદમાં રૂ. ૫૦૦નો દંડ લઇ યુવતિને જવા દેવાઇ હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ પોલીસ સ્ટેશને બધાને લઇ જવાયા ત્યારે મોબાઇલથી વિડીયો પણ ઉતારવા માંડતાં તે મામલે પણ તણખા ઝર્યા હતાં. આ મામલે મહિલા પોલીસ મથકના એએસઆઇએ લેખિતમાં અરજી આપી છે. જેમાં યુવતિનું નામ વિધીશાબેન જોષી તથા તેના માતા નેહલબેન જાની હોવાનું જણાવાયું છે. આ બંને સામે યોગ્ય પગલા લેવા અરજીમાં જણાવાયું છે. તસ્વીરમાં બહુમાળી ભવન ચોકમાં હોબાળો મચ્યો અને લોકો ભેગા થયા તે દ્રશ્ય, કાર ચાલક યુવતિ અને વિગતો જણાવતાં મહિલા પીએસઆઇ કે. જી. જલવાણી જોઇ શકાય છે. અધ્યાપિકા નેહલબેનએ ખુલાસો કર્યો હતો કે દિકરીને હોસ્પિટલના કામે જવાની ઉતાવળ હોવાથી તેણે કાર ઉભી રાખી નહોતી. પોલીસે પીછો કરી તેને અટકાવી અયોગ્ય વર્તન કર્યુ હતું.

(3:29 pm IST)