Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

લોહાનગરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા વિજયસિંહની ધરપકડ

રાજકોટ તા. ર૩ : શહેરના લોહાનગરમાં ટેલીફોન એક્ષચેન્જ ઓફીસ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ લોહાનગર ટેલીફોન એક્ષચેન્જ પાસે એક શખ્સ વરલી ફીચરનો જુગાર રમાડતો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ અભીજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલને બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ.યુ.બી.જોગરાણા, એએસઆઇ બી.આર.ગઢવી, સી.એમ. ચાવડા હેડ કોન્સ સંતોષભાઇ મોરી, જયંતીભાઇ, અભીજીતસિંહ, કોન્સ કરણભાઇ તથા ઇન્દ્રજીતસિંહ સહિતે લોહાનગરમાં દરોડો પાડી ટેલીફોન એક્ષચેન્જ ઓફીસ પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા વિજયસિંહ તખતસિંહ સોલંકી (ઉ.ર૬) (રહે. મવડી પ્લોટ માયાણીનગર આરએમસી કવાર્ટર બ્લોક નં.૪, કવાર્ટર નં.ર૩૮ર) ને પકડી લઇ રૂ.૭૧૦૦ની રોકડ તથા રૂ. રપ૧૦૦ ની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:36 pm IST)