Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોનાને હરાવવા રસોડાની ઓૈષધિઓ જ શ્રેષ્ઠ : જયંતીભાઇ સરધારા

પૂર્વ કોર્પોરેટર ૮ દિ'માં કોરોના સામે જંગ જીત્યા : હોમ આઇસોલેશન હેઠળ જ સારવાર લીધી : ગરમ પાણી, હળવદ, સુંઠના સેવનથી કોરોના ભગાડયો

રાજકોટ,તા.૨૩: પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારા કોરોના સામે જંગ જીત્યા છે. તેઓને ગત તા. ૧૨મીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેઓએ ઘરેથી જ સારવાર લીધી હતી ત્યારબાદ તા.૨૦નાં  કોરોના રિપોર્ટ નેગેટિવ આવેલ હતો હાલમાં તેઓ બિલકુલ સ્વસ્થ છે.

આ અંગે જયંતીભાઇએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ તા. ૧૦ સપ્ટેમ્બરનાં રોજ કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાતા પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું. અસર ઓછી હોવાથી ઘરે જ સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો.

શ્રી સરધારાએ જણાવ્યું હતું. માઇલ્ડ કોરોના એટલે કે માત્ર અસર દેખાતી હોય  તો અને પોઝીટીવ રિપોર્ટ હોય તો તુરંત જ એકાંત વાસમાં જવુ અને ઉકાળો, ગરમ પાણી તથા સુંઠ અને હળદરનું સેવન કરવું જેથી બે દિવસમાં જ તબિયત સુધરવા લાગે છે સાદુ ભોજન લેવું ઓકસમીટર અને થર્મોમીટરથી તાવ તથા ઓકસીજન લેવલ માપવું. આ દરમિયાન ફેમીલી ડોકટરના સંપર્કમાં રહેવું અથવા ૧૦૪ની સરકારી હેલ્થ લાઇન મારફત ડોકટરોનું માર્ગદર્શન લેતા રહેવું જો વધુ સારવારની જરૂર પડે તો હોસ્પિટલાઇઝ થવું જોઇએ.

આમ, માત્ર રસોડાની ઔષધીનો જ ઉપયોગ કરી જયંતીભાઇ સરધારાએ તથા તેના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ કોરોના સામે જંગ જીતી ફરી સ્વસ્થ થઇ ગયા છે.  ગઇ તા. ૨૦ના શ્રી સરધારાએ કોરોના રીપોર્ટ કરાવતા તે નેગેટીવ આવ્યો હતો અને સંપૂર્ણ સ્વસ્થતા કેળવી લીધી હતી.  

નોંધનિય છે કે, જયંતિભાઇ હાલમાં હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા છે . તેઓ હાર્ડવેર મેન્યુ ફેકચરીંગ એસો.નાં સેકેટરી તથા જે.કે. ગ્રુપનાં ચેરમેન અને પીઠડા, પીપલાણા, પઠવલા, ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ પદે સેવાઓ આપી રહ્યા છે.

વધુમાં શ્રી સરધારાએ જણાવ્યું હતું કે,  કોરોનાથી લોકોએ ડરવાની જરૂર નથી. સાવચેત રહેવું જરૂરી છે. કોરોના લક્ષણો દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવવા તેઓએ અપીલ કરી હતી.

(3:28 pm IST)