Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અનેક પડતર પ્રશ્નો અંગે BSNLના દેશભરમાં દેખાવોઃ ૧લી ઓકટોબરે ભૂખ હડતાલ : રાષ્ટ્રીય કાળો દિવસ મનાવાશે

પે-રીવીઝન-નિયમિત પગાર-પેન્શન ૪-જી સેવા કાર્યરતના મામલે BSNL એમ્પ્લોયઝ યુનિયનનું એલાને જંગ

રાજકોટ,તા. ર૩ :  BSNL એમ્પ્લોયઝ યુનિયને અનેક પડતર પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ પ્રશ્નોમાં BSNLની ૪-જી લોન્ચીંગ સેવામાં ઉભી કરાયેલ અડચણો દૂર કરવા, નાણાકીય સહાય માટે તાકિદે કાર્યવાહી, વેજ રીવીઝન, નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સંશોધન, દર મહિને નિયમિત પગાર સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.  આ આંદોલન સંદર્ભે આજે રાજકોટ સહિત દેશભરમાં રાષ્ટ્રીય વિરોધ દિવસ મનાવાઇ રહ્યો છે આજે બપોરે રાા વાગ્યે જયુબેલી બાગ એક્ષચેંજ ખાતે ટેલીકોમ કર્મચારીઓએ દેખાવો યોજયા હતા.

આ ઉપરાંત ૧ લી ઓકટોબર BSNL કર્મચારીઓ દેશભરમાં કાળો દિવસ મનાવશે અને રાજકોટ સહિત દરેક જીલ્લા-સર્કલ અને દેશભરમાં ભુખ હડતાલનું એલાન કરાયું છે. તમામ કર્મચારી-અધીકારીઓ લંચ અવર્સ દરમિયાન દેખાવો યોજાશે, કાળો બીલ્લો પટ્ટી ધારણ કરશે.

(2:47 pm IST)