Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઠગાઇ-વિશ્વાસઘાતના ફોજદારી કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ,તા.૨૩ : રાજકોટના રહીશ અને વેપાર કરતા અરજદારને રાજકોટના ફરીયાદી નિલેશભાઈ નટવરલાલ સચદેવના એ અરજદાર સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-૪૦૬ તથા ૪૨૦ અન્વયે અરજી કરતા અરજી સંદર્ભે અરજદારે રાજકોટની સેસન્શ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા રાજકોટના મહે. સેસન્શ જજ કે.ડી. દવે   અરજદારની જામીન અરજી મંજુર કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી નિલેશભાઈ નટવરલાલ સચદેવ કે જે રાજકોટના રહીશ હોય તેમણે હાલના અરજદાર સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટમાં આઈ.પી.સી. કલમ-૪૦૬ તથા ૪૨૦ અન્વયે અરજી આપેલ, હાલના અરજદારે ફરીયાદીને મકાનનું સાટાખત કરી આપેલ અને સાટાખતની વિગતે ફરીયાદીએ ન વર્તતા તેમજ બાકી રહેલ અવેજ ન ચુકવતા તેમજ સાટાખતની શરત મુજબ સમયમર્યાદા પુર્ણ થઈ જતા હાલના અરજદારે મકાન વેચાણ કરવાની ફરીયાદોનેના પાડેલ, જેથી ફરીયાદીએ સાટાખતની વિગતે આપેલ ટોકન રકમ રૂમ.૫૦,૦૦૦—૦૦ની પરત માંગણી કરતા હાલના અરજદારે ટોકન પરત આપવાનીના પાડતા ફરીયાદીએ હાલના અરજદાર સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટમાં આઈ.પી.સી. કલમ-૪૦૬ તથા ૪૨૦ અન્વયે અરજી કરતા હાલના અરજદારે પોતાના વિરૂધ્ધ કરેલ ખોટી અરજીના સંદર્ભે રાજકોટની સેસન્શ કોર્ટમાં તેમના એડવોકેટ એ.બી. ડાકા મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરતા રાજકોટના  સેસન્શ  કોર્ટમાં અરજદારના એડવોકેટે રેકર્ડ પરની હકિકતો તથા  એપેક્ષ કોર્ટના જજમેન્ટસ રજુ કરી ધારદાર રજુઆત કરેલ કે, ફરીયાદીએ સાટાખતની શરતોનો ભંગ કરેલ હોય અને માત્ર રકમ પડાવવાના બદઈરાદાથી ખોટી અરજી પોલીસ સ્ટેશનમાં કરેલ હોવા સબંધેની દલીલો કરતા તેમજ હાલના અરજદાર સામે કોઈપણ જાતનો પ્રથમદર્શનીય પુરાવો ન હોય, નામદાર સેસન્શ કોર્ટે અરજદારના એડવોકેટની દલીલને માન્ય રાખી અરજદારની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં અરજદાર વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી એ.બી. ડાકા, પરેશ એમ. મૈયડ, આર.ડી. ભાયાણી, તરંગ એમ. બાલધા રોકાયેલા હતા.

(2:51 pm IST)