Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અદ્યતન સુવિધા સાથે નિલકંઠ કોવિડ હોસ્પિટલનું સ્થળાંતર

ડો. મનોજ સિડા-ડો.વિશાલ મેવા-ડો. દીપ રાજાણીની સેવા : કુંદન હોસ્પિટલ સંચાલીત હોસ્પિટલમાં પ૪ બેડ સાથે સૌથી મોટુ સેટઅપ, ૧પ બેડ આઇ.સી.યુ.ના, ૯ વેન્ટીલેટર, સાયટો કિન ફિલ્ટર, ડાયાલીસીસની સુવિધા

રાજકોટ તા. ર૩ :.. દોઢ મહિનામાં ૧૦૦ થી વધુ કોરોના દર્દીની સફળ સારવાર બાદ કુંદન હોસ્પિટલ સંચાલીત નિલકંઠ કોવિડ હોસ્પિટલનું નવી અદ્યતન સુવિધા સાથે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવી અદ્યતન સુવિધા સાથે પ૪ બેડનું ખાનગી કોવિડ હોસ્પિટલમાં સૌથી મોટુ સેટઅપ છે જેમાં ૧પ બેડનું આઇ. સી. યુ., ૯ અદ્યતન વેન્ટીલેટર, વાઇરસ ઇન્ેકશનની સારવાર માટે જરૂરી સાયટોકિન ફિલ્ટર ડાયાલીસીસની સુવિધા અને કોવિડ કેર અને હોમ કેરની સવલત ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.

ડો. દીપ રાજાણીની યાદીમાં જણાવ્યા અનુસાર અત્યારે કોરોના મહામારીના સમયમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વધુને વધુ દર્દીની સારી સારવાર કરી શકાય એ હેતુ સાથે અમે કુંદન હોસ્પિટલ સંચાલિત નિલકંઠ કોવિડ હોસ્પિટલનું એકસપાન્શન કર્યુ છે અને નવી  અદ્યતન સુવિધાઓ સાથેના સેટઅપ સાથે નવી જગ્યાએ સ્થળાંતર કરેલ છે. કાલાવડ રોડ  રાજકોટ મો. ૯૧૦૪૪ ૮૮૧૦૮ - મો. ૯૧૦૪ર ૮૮૧૦૮)માં  રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં સૌથી મોટુ એવુ પ૪ બેડનું સેટઅપ છે, જેમાં ૧પ બેડનું આઇ. સી.યુ. અને ૯ અદ્યતન વેન્ટીલેટરવાળા બેડ છે, દરેક બેડ પર ઓકસીઝન લાઇન છે. એ. સી., ટીવી અને વાઇફાઇથી સજજ લકઝરીયસ રૂમમાં ઓકસીઝન લાઇન સાથેના બેડ છે. વાઇરસ ઇન્ફેકશન ઘટાડવા માટે જરૂરી સાયટોકિન ફિલ્ટર સાથે ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર્દીની જરુરીયાત અને માગ પ્રમાણે આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર પણ ઉપલબ્ધ છે. નિષ્ણાત ડાયેટીશ્યનના માર્ગદર્શન હેઠળ દર્દીને ખોરાક, ફ્રુટ વગેરે આપવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીની શરૂઆતથી જ નલકંઠ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, દોઢ મહિનામાં અંદાજે ૧૦૦થી વધુ કોરોનાના દર્દીની અમો સફળ સારવાર કરી શકયા છીએ. હાલ કોરોનાના દર્દી રોજ વધતાં જતાં હોય વધુ દર્દીની સારવાર કરી શકાય એ હેતુ સાથે અમે નિલકંઠ કોવિડ હોસ્પિટલનું એકસ્પાન્શન સાથે વધુ અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનાવી છે. નિલકંઠ કોવિડ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. મનોજ સિડા અને વિદિત આઇ. સી. યુ.ના  ક્રિટીકલ  કેર નિષ્ણાત ડો. વિશાલ મેવા દ્વારા કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. બનને ક્રિટીકલ કેર નિષ્ણાત તબીબોની સેવા સતત ર૪ કલાક ઉપલબ્ધ છે. આ ઉપરાંત કુંદન હોસ્પિટલ દ્વારા હોટલ જયોતિ (૩૦ બેડ) અને હોટલ સમ્રાટ (૩પ બેડ) ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જયાં સરકાર માન્ય ચાર્જ સાથે સામાન્ય લક્ષણવાળા દર્દીઓને કવોરેન્ટાઇનની સુવિધા મળે છે. હોમ કેર પેકેજ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નિષ્ણાત તબીબની હોમ વિઝીટ, નર્સિંગ સ્ટાફની હોમ વિઝિટ, ઘરે બેઠા મેડિસીન, લેબોરેટરી રીપોર્ટ સાથે  જરૂરી વિવિધ તપાસ વગેરેની સુવિધા આપવામાં આવે છે.

નિલકંઠ કોવિડ હોસ્પિટલમાં ફકત કોરોનાના દર્દીની જ સારવાર કરવામાં આવે છે, કોરોના સિવાયના ઓર્થોપેડીક સહિતના વિવિધ રોગની સારવાર કુંદન હોસ્પિટલ તથા વિદિત આઇસીયુ ખાતે કરવામાં આવે છે. કુંદન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડીક સર્જન ડો. દીપ રાજાણી, ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. મનોજ સિડા ઉપરાંત જનરલ સર્જન, ન્યુરો સર્જન સહિત તમામ પ્રકારના રોગની અદ્યતન રોગની અદ્યતન સારવાર ઉપલબ્ધ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

ડો. મનોન સિડા

ક્રિટીકલ કેર નિષ્ણાત

ડો. વિશાલ મેવા

ક્રિટીકલ કેર નિષ્ણાત

(2:54 pm IST)