Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ સહીત ૩૪ ઝડપાયા

બાઇક પર ત્રીપલ સવારી નિકળનારા, રીક્ષા અને કારમાં વધુ મુસાફરો બેસાડી નીકળેલા ચાલકો પણ પકડાયા

રાજકોટ, તા., ૨૩: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રીય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં પાન, ચાની હોટલ, ઇંડાની લારી, કોલ્ડ્રી઼કસ અને આઇસ્ક્રીમની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ સહીત ૩૪ વ્યકિતઓને પકડી કાર્યવાહી કરી છે જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે યાજ્ઞીક રોડ પર રીક્ષા ચાલક વિનોદ મોહનભાઇ ડાભી, માલવીયા ચોક પાસેથી રીક્ષાચાલક કિશોર અમરશીભાઇ ચૈતરણીયા, ભુપેન્દ્ર રોડ પર પટેલ ઇલેકટ્રોનીકસ નામની દુકાન ધરાવતા હરેશ રમેશભાઇ વસોયા, કોઠારીયા નાકા ચોક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા ઇમ્તીયાઝ સીકંદરભાઇ સોલંકી તથા બી ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટનેન આર્યનગર મેઇન રોડ પરથી ધર્મપાલ રમેશભાઇ સીંધવ, કુવાડવા રોડ નવાગામ  જુના જકાત નાકા પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા ભીખા પુંજાભાઇ કલેવડા તથા થોરાળા પોલીસે બેડીપરા શ્રમજીવી સોસાયટી રામનાથ મેઇન રોડ પર ખોડીયાર પાન નામની દુકાન ધરાવતા અમીત મગનભાઇ પરમાર તથા ભકિતનગર પોલીસે ૮૦ ફૂટ રોડ પર મોબાઇલ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા હાર્દિક અરવિંદભાઇ ભટ્ટી, સોરઠીયાવાડી સર્કલ પાસે હંગામા, કુલ્ફી નામની દુકાન ધરાવતા પ્રફુલ હરગોવિંદભાઇ મથંક તથા આજીડેમ પોલીસે ત્રંબા બસ સ્ટેન્ડ પાસે જલારામ નામની દુકાન ધરાવતા દીલીપ લીલાધરભાઇ અનડકટ કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઇઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે એ ટુ ઝેડ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર સરફરાઝ દીલાવરભાઇ હાલા, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક બકા બચુભાઇ ચાવડીયા તથા માલવીયાનગર પોલીસે ખીજડાવાળા રોડ પર ભગવતી કોલ્ડ્રીંકસ એન્ડ આઇસ્ક્રીમ નામની દુકાન ધરાવતા ચીરાગ દીનેશભાઇ રાજપોપટ, દોઢસો ફૂટ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આમલેટ સેન્ટર નામની લારી પાસે ગ્રાહકો એકઠા કરનાર ફીરોઝ અબ્દુલભાઇ જુણેજા, અમીન હનીફભાઇ જુણેજા, કન્ટેઇનમેન્ટ ઝોન કરણ પાકૃમાં કોરોન્ટાઇન કરાયેલા પાર્થ અમીતભાઇ ઘાડીાય, મવડી મેઇન રોડ પર બાઇકમાં ત્રીપલ સવારી નીકળેલા જયસુખ ગોવિંદભાઇ ગગલ, જયસુખ ધીરૂભાઇ વાણીયા, અશોક ભીખાભાઇ મેરીયા તથા પ્રનગર પોલીસે જંકશન રેલ્વે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક બીજનલ ભનુભાઇ અડોદરા, જંકશન પ્લોટમાં ગુરૂકૃપા ટેલીકોમ નામની દુકાન ધરાવતા સુનીલ હરીભાઇ, લોકવાણી તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ, હનુમાન મઢી પાસે રીક્ષા ચાલક કમલેશ દીનેશભાઇ જયસ્વાલ, કન્ટેઇનમેન્ટ ઝોન રૈયા રોડ, અંબીકા પાર્ક-એ ફલેટ નં. ૪ માંથી મિતેષ પ્રતાપભાઇ વોરા તથા તાલુકા પોલીસે દોઢસો ફૂટ રોડ પાટીદાર ચોક પાસેથી ઇકોકાર ચાલક રમેશ ભીખુભાઇ ટાંક, વાવડી ચોકી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા ધવલ કેશુભાઇ ગોંડલીયા, કેયુર રસિકભાઇ ગોંડલીયા, અલ્કેશ ઝવેરભાઇ ગોંડલીયા, કાલાવડ રોડ રોયલ પાર્ટી પ્લોટ પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા મોન્ટુ સ્વામીનાથભાઇ યાદવ, સોનુ શિવનાથભાઇ યાદવ, બમબહાદુર જોખનભાઇ, નાના મવા ચોક આવાસ યોજના કવાર્ટર પાસેથી સમીર ઉર્ફે સમલો ઇલીયાસભાઇ શાહ, વાવડી પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક નરેન્દ્ર કેશવલાલભાઇ શીશાંગીયા, પાટીદાર ચોક પાસેથી  રીક્ષા ચાલક મનસુખ મગનભાઇ પરમાર તથા યુનિવર્સિટી પોલીસે જુલેલાલ કોલ્ડ્રીંકસ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ચિરાગ બેચરભાઇ ભાલારા, રૈયા રોડ પર બાપાસીતારામ ચોક પાસે શ્રીજી ડીલકસ પાન નામની દુકાન ધરાવતા પ્રવિણ રામભાઇ રામને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:56 pm IST)