Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગૌ શાળા- પાંજરાપોળના ટ્રસ્ટીઓનો ઓનલાઈન સંવાદ- માર્ગદર્શન શીબીર

પૂ.નમ્રમુનિનો જન્મદિન 'પરમોત્સવ' તરીકે ઉજવાશે

રાજકોટ,તા.૨૩: રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા- પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ- માર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ ગઈ. આ સંવાદમાં સમગ્ર ગુજરાતની ૧૫૦ જેટલી પાંજરાપોળોના સંચાલકો હાજર રહ્યાં હતાં.

રાષ્ટ્રસંત પ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો ૫૦મો જન્મદિવસ 'પરમોત્સવ' તરીકે ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન ઉજવવામાં આવનાર છે. સમગ્ર દેશ અને વિદેશમાં અનેકવિધ મેગા સત્કાર્યો દર્દી નારાયણ- દરીદ્રનારાયણ, અબોલ જીવો અને માનવતાની સેવામાં થનાર છે.

ઓનલાઈન શીબીરની શરૂઆતમાં પોતાના આશીર્વાદ સાથે રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજ સાહેબે ગૌશાળા- પાંજરાપોળોના સંચાલકોની જીવદયા પ્રવૃતિઓ, સતત પુરૂષાર્થ બદલ અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી. એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહે પૂ.ગુરૂદેવની ચરણવંદના અને ઋણ સ્વીકાર સાથે સૌ જીવદયા પ્રેમીઓને આગામી સમયમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વળવા અનુરોધ કરેલ. જે પાંજરાપોળમાં અબોલ જીવોને મેડીકલ સારવાર આપવામાં આવતી હોય તેઓને પોતાની વિગતો મો.૭૩૦૩૦ ૦૦૮૮૮ પર મોકલી દેવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.

(2:57 pm IST)