Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પ્રતિક ટેકનોકાસ્ટ ભાગીદારી પેઢીનો ચેક પાછો ફરતાં ભાગીદાર સામે કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૩ : રાજકોટમાં નેપ્યુન ટાવરમાં ભારત ડાયઝ એજન્સીના નામે ધંધો કરતા, ગીરીશભાઇ  રણછોડભાઈ દ્યીયાએ પ્રતિક ટેકનોકાસ્ટ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો કિશોરભાઈ  ભાણજીભાઈ ટીંબડીયા, નીતાબેન કૌશીકભાઈ પાનસરા, શ્રીમતી ભાનુબેન અરવિંદભાઈ ટાઢાણી  તથા પ્રતિક કિશોરભાઈ ટીંબડીયા, ઠે. 'આઇ ખોડલ', પ્લોટ નં. - ૭૯, મધુવન પાર્ક, પાટીદાર  ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટના સામે ચેક ડિસઓનર સબબ રાજકોટ કોર્ટમાં ફરીયાદ  નોંધાવેલ છે.   

ફરીયાદની વિગતો મુજબ જી.આઈ.ડી.સી. મેટોડા મુકામે પ્લોટ નં. - જી- ૧૯૫૧/૧માં  તહોમતદારો ભાગીદારી પેઢી ધરાવી કામ કરતાં હતા. તે ફરીયાદી જેવા અનેક વેપારીઓના  લેણા ડુબાડી રાતોરાત તાળા મારી બંધ કરી દિધેલ છે અને કોઠારીયા રીંગ રોડ ઉપર પ્રતિક  ઈન્ડસ્ટ્રીઝના નામે નવા લેબલથી ધંધો શરૂ કરેલ છે.  

ફરીયાદી પાસેથી તડોમતદારોએ ઉધાર માલની ખરીદી કરેલ તેના તહોમતદારો પાસે  રૂ.૩,૬૫,૦૭૧/- બાકી લેણા નિકળે છે. તે કબુલ રાખી, પાર્ટ પેમેન્ટ કરવા તહોમતદારોએ  કોટક મહિન્દ્રા બેંક લી., મેટોડા શાખાનો, રૂ.૨૧,૯૫૫/-નો ચેક ઈશ્યુ કરી આપેલ જેમાં  પ્રતિકભાઈ કિશોરભાઈ ટીંબડીયાએ સહી કરી આપેલ. 

 ઉપરોકત ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતાં  સદરહુ ચેક 'ફંડસ ઈનસફીસીયન્ટ' ના કારણોસર ડિસઓનર થયેલ છે. ત્યાર બાદ તહોમતદારોને  કાયદાના પ્રબંધો મુજબ યોગ્ય રીતે નોટીસ બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં ડિસઓનર  થયેલ ચેકની રકમ ચુકવેલ ન હોય રાજકોટ કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરવામાં આવેલ છે.   

આ કામમાં રાજકોટમાં વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી, રાજ  રતનપરા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(2:58 pm IST)