Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૧૦૦ બોટલ ઇંગ્લીશ દારૂના કેસમાં આરોપીના આગોતરા જામીન નામંજુર

રાજકોટ તા. ર૩: ૧૦૦ બોટલ ઇંગલીશ દારૂના ગૂન્હામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, આજી ડેમ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પીએસઆઇ સી. એચ. પટેલને ખાનગી રાહે બાતમી મળેલ કે આજી ડેમ વિસ્તાર પાસે ઇંગ્લીશ દારૂની હેરાફેરી ટ્રકમાં થતી હોય જેની પોલીસે તા. ૯-૧૦-૧૯ રોજ ફરીયાદી બની બે રાહદારી પંચો સાથે રાખી ટ્રકમાં પડેલ બીનવારસી દારૂની બોટલ નં. ૯૦૦ ઝડપી લીધેલ અને ટ્રકના નંબર પરથી આર.ટી.ઓ. પાસે માલિકીનું નામ જાણતા રવિભાઇ નામ ખુલેલ રવિભાઇએ તેના મિત્ર ભોળાભાઇ લાલજીભાઇ મેર ટ્રક લઇ ગયા હોવાનું જણાવેલ ત્યાં તપાસ કરતા મળી આવેલ નથી.

આરોપી ભોળા લાલજીભાઇ મેર રહે. ૪૯ ડોરીવાસ, મું. પીપળીયા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે કે. ડી. દવે જજે આગોતરા નામંજુર કરેલ હતી.

આ કામે સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરેલ કે, બનાવ બાદથી આરોપી ભાગતો ફરે છે, ૯૦૦ બોટલ દારૂનો જથ્થો છે. વિગેરે દલીલો ધ્યાને લઇ આગોતરા નામંજુર કરી હતી. આ કામે સમીર ખીરા સરકારી વકીલ તરીકે રોકાયેલ હતાં.

(2:59 pm IST)