Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સીપીએમના રાષ્ટ્રીય મહામંત્રી સહીતના નેતાઓ સામેની કિન્નાખોરીથી કરેલા કેસો પાછા ખેંચોઃ રાષ્ટ્રપતિને આવેદન

ભારતના સામ્યવાદી પક્ષે નેતાઓ સામે થયેલા કેસો અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા., ૨૩: ભારતમાં સામ્યવાદી પક્ષે રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સી.પી.એમ.ના રાષ્ટ્રીય મહામંત્રી સીતારામ યેચુરી સહીતના લોકશાહીવાદી લીડરો સામેના કિન્નાખોરીથી કરેલા રાજદ્રોહ કેસ પાછા ખેંચવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે અત્યારની એનડીએ સરકાર સરમુખત્યાર શાહીના ધોરણે ચાલી રહી છે. લોકશાહીનો મુખ્ય હાર્દ વિરોધ સમર્થન છે. ત્યારે સરકારની નીતીનો વિરોધ કરનારાને દબાવવા રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરી રહયા છે.

સીએએ, એનઆરસી, એનસીઆર આ કાયદાઓ દેશહીતમાં નથી માટે સીપીએમ આ કાયદાનો વિરોધ કરે છે. આ વિરોધને દબાવી દેવા માટે સીપીએમના રાષ્ટ્રીય મહામંત્રી સીતારામ યેચુરી સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સરકારની લોક વિરોધી નીતીનો વિરોધ કરનારા લોકશાહી સમર્થકોને દબાવવા રાજદ્રોહના કાયદાનો ઉપયોગ થઇ રહયો છે. રાજદ્રોહના કાયદાનો ગેરઉપયોગ અટકાવવા માટે રાષ્ટ્રપતિશ્રીએ દરમ્યાનગીરી કરવી જોઇએ. લોકશાહી અધિકારો બચાવવા માટે સરકારની આપખુદશાહી અટકાવવી જોઇએ. આવેદન દેવામાં ડાયાભાઇ ગજેરા, ભગતસિંઘ વિગેરે જોડાયા હતા.

(2:59 pm IST)