Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઐતિહાસિક ત્રણ બીલથી ખેડૂતોના વિકાસ અને સમૃધ્ધિનો વેગ મળશે

આજે પણ વિશ્વભરમાં ભારતની એક આગવી ઓળખ કૃષિ -પ્રધાન દેશ તરીકેની છે. અને તે વાસ્તવીકતા પણ છે કારણે કે આજના દિવસે ભારતના ૬૫-૭૦ % લોકો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કૃષિ પર આધારિત છે. અને દેશના વિકાસમાં એટલે કે GDPમાં ૧૬-૧૭ % જેટલો ફાળો આપે છે.

પરંતુ ચિંતાનો વિષય એ છે કે વર્ષ પછી વર્ષ કૃષિ પ્રત્યેનો ભાવ, કૃષિનો ભાગ દેશના વિકાસમાં તથા ખાસ કરીને યુવાનોમાં કૃષિ પ્રત્યેનો ઉત્સાહ સમયાંતરે ઘટતો રહ્યો છે. જેનું એક માત્ર કારણ એ છે કે કૃષિનાં વિષયને આજ દિન સુધી યોગ્ય રીતે જેટલુ જરૂરી છે એટલુ ખાસ મહત્વ આપવામાં નથી આવ્યું. જેટલું સર્વીસ સેકટર અને ઉદ્યોગ સેકટરને આપવામાં આવ્યું છે.

૧૯૯૧ના ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ પછી ઉદ્યોગ અને સર્વિસ સેકટરમાં ખુબ મોટી તેજી આવી છે. એવી જ રીતે આજના બદલતા યુગમાં કૃષિને લગતા વિષયોમાં પણ બદલાવ એ સમયની જરૂરિયાત છે અને તેને સંલગ્ન ઐતિહાસિક ત્રણ બીલ ભારત સરકારે લોકસભા અને રાજ્યસભામાં તબક્કા વાર પાસ કરીને 'આત્મનિર્ભર કૃષિ' અને ખેડૂતોના વિકાસ તથા સમૃદ્ધિને વેગ આપવાનું કાર્ય કર્યું છે.

આજે આ ત્રણેય બીલના મહત્વનાં લાભ વિશેની માહિતી મેળછછાનો પ્રયાસ કરીશું. (૧) પ્રથમ બીલ : ખેડૂતનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બીલ ૨૦૨૦.

અત્યર સુધી ખેડૂતો ફકત APMC એટલે કે માર્કે યાર્ડમાં જ પોતાનો તૈયાર થયેલ કૃષિ પાકને વહેંચી શકતા હતા અને તેમાં પણ આશરે ૨.૫ % જેટલો કમિશન ચાર્જ અને બીજા ચાર્જ માર્કેટિંગ યાર્ડમાં આપવા પડતાં હતા. પરતું આ બીલનો મુખ્ય હેતુ એ છે કે ઉપર દર્શાવેલ બંધનમાંથી ખેડૂતને મુકત કરી પોતે ઇચ્છે તે જગ્યાએ, પોતે ઇચ્છે તે વ્યકિતને (પાનકાર્ડ ધરાવનાર વ્યકિતને) વેચી શકે છે. રાજ્યની અંદર તથા બીજા રાજ્યમાં પોતાની ઉપજ મુકતપણે વેચી શકે છે જેથી ખેડૂતનુ ઉચિત લાગે એ વ્યકિત અને ઉચિત લાગે એ ભાવે વેચવાની છૂટ આ બીલની મુખ્ય વિશેષતા છે. આ પ્રકારની નીતીથી બજારમાં આંતરિક સ્પર્ધાનો વિકાસ થશે અને તેનાં અંતે ખેડૂતની ઉપજનાં ભાવમાં વધારો થશે.

(૨) દ્વિતીય બીલ : ખેડૂત (સશકિતકરણ અને સરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવા બીલ ૨૦૨૦

આ બીલમાં ખાસ જોગવાઇ 'કોન્ટ્રાકટ ફાર્મિંગ' એટલે કે કરાર આધારિત ખેતીની છે જેમાં ખેડૂત પોતાની જમીનનો કરાર કોઇ પ્રાઇવેટ પાર્ટી અથવા તો કોઇ કંપની સાથે (દાત. વેફર્સ બનાવતી કંપનીનો બટેટા ઉત્પાદક ખેડૂત સાથેનો કરાર) કરી શકે છે. જેમાં ખેડૂતને યોગ્ય લાગે એ ભાવે નકકી કરી કરાર કરવામાં આવશે. એક વાર કરાર નકકી થઇ ગયા બાદ કંપની ખેડૂતને સુધારેલા નવી જાતિના બીયારણો, દવા વગેરે ખેડૂતોને ઉંચ -નીચ થતાં બજારના ભાવની ચિંતા કર્યા વગર ઉત્પાદન કેમ બમણું કરવું એના પર જ ફકતને ફકત ધ્યાન આપવાનું રહેશે.

(૩) તૃતીય બીલ આવશ્યક ચીજવસ્તુઓ સુધારો બીલ ૨૦૨૦

આ બીલનુ મુખ્ય બીલ (સુધારા પેલાનું) ભારત સરકાર દ્વારા ૧૯૫૫ અમલમાં લવાયું હતું. ત્યારના સમયની જરૂરિયાત પ્રમાણે આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહ કરી રાખવો યોગ્ય ન હોતુ કારણ કે તે સમયે દેશમાં આવશ્યક ચીજવસ્તુ (અનાજ, બટેટા, ડુંગળી વગેરે) નું ઉત્પાદન બહુ જ ઓછુ હતું. તેમજ સંગ્રહ કરવા માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ નહિવત પ્રમાણમાં હતા. પરંતુ આજના સમયે દેશમાં ઉત્પાદન પહેલાની સરખામણીમાં બહુ જ વધારે છે અને આજે દેશની અને ખેડૂતની સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધી ગઇ છે. જેથી આ બીલથી ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદનો સંગ્રહ કરી શકશે. જે પેલા સંગ્રહખોરી કે કાળાબજારમાં ગણાતુ હતું.

આ હતાં ત્રણ બીલના મુખ્ય ફાયદાઓ જે દેશના ખેડૂતને જૂની જંજીરોમાંથી મુકત કરી ખરાં અર્થમાં સમૃધ્ધ અને સ્વાભિમાન બનાવશે.

આજે દેશમાં અમુક રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણામાં ખેડૂતના મુખોટા પહેરીને આ ખેડૂત લક્ષી બીલોનો વિરોધ કરે છે. આ એ જ લોકો છે જે અત્યાર સુધી ખેડૂતના ભાવોમાં કમીશન ખાનારા તથા આડકતરી રીતે ખેડૂતોનું શોષણ કરનાર 'કૃષિ માફિયાઓ' આ ત્રણ ઐતિહાસિક બીલનો વિરોધ કરે છે અને વિરોધ પણ એવા મુદ્દાઓ જેમ કે MSP નાબૂદ થશે. APMC કાર્યરત નહીં રહે, ખેડૂતો લુંટાય જશે વગેરે...

વાંચક મીત્રો આપ જાગૃત નાગરિક તરીકે આવા કોઇ ભ્રમિત કરનારા વિચારોમાં નહીં ફસાવ તથા આપની આસપાસમાં રહેતા આપણાં ખેડૂતભાઇઓને આ બીલોની સાચી માહીતી તથા લાભ આપ જણાવીનેવર્ગથી કહેજો 'મેરા કિસાન મેરા સ્વાભિમાન'

(3:00 pm IST)