Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કૃષિ બિલથી વચેટીયાઓ નિકળી જશે અને ધરતીપુત્રો સશકત બનશે : ભંડેરી - ભારદ્વાજ

રાજકોટ તા. ૨૩ : ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલ કૃષિ બીલને આવકારતા જણાવ્યુ છે કે આ બીલમાં ખાદ્ય પદાર્થ જેવા કે અનાજ, દાળ, ડુંગળીને નિયંત્રણ મુકત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. ઉત્પાદન, સ્ટોરેજ, ડીસ્ટ્રીબ્યુશન પર સરારી નિયંત્રણ ખતમ થશે. ફુડ સપ્લાય ચેનના  આધુનિકીકરણમાં મદદ મળશે.

આ બીલથી ખેડુતોને ફાયદો થશે. તેમજ આ બીલ સાચે જ ખેડુતને વચેટીયાઓ અને તમામ અવરોધોથી મુકત કરશે. તેમજ  ખેડુતોને તેમની પેદાશો વેચવાની તક મળશે. જેથી પુરતો નફો મેળવીને ખેડુતો સશકત બનશે. એમએસપી અને સરકારી ખરીદીની સિસ્ટમ યથાવત રહેશે અને ખેડુત તેની ઇચ્છાના માલિક બનશે. પેદાશ વેપાર અને વાણિજય બિલ ઇકો સિસ્ટમ બનાવશે. ખેડુતોને તેમની પસંદગી પ્રમાણે પેદાશો વેચવાની અને ખરીદવાની સ્વતંત્રતા રહેશે. ખેડુતોને પાક વેચવા માટે વૈકલ્પિક ચેનલ ઉપલબ્ધ થશે. જે તેમને પેદાશો માટે વળતર આપશે. તેમ અંતમાં ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજે જણાવેલ છે.

(3:01 pm IST)