Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ત્રણ રીઢા ગુનેગાર છરીઓ સાથે પકડાયા

આકાશ ઉર્ફ મરચો ૨૭ ગુનામાં, હિતેષ ઉર્ફ બંટી ૧૦ ગુનામાં અને સુરેશ ૭ ગુનામાં સંડોવાઇ ચુકયો છેઃ બી-ડિવીઝન પોલીસે પકડ્યા

રાજકોટ તા. ૨૪: ત્રણ રીઢા ગુનેગાર  આકાશ ઉર્ફ મરચો હરિભાઇ બાબરીયા (ઉ.વ.૨૩-રહે. મનહરપરા-૩ ભાવનગર રોડ), હિતેષ ઉર્ફ બંટી સવજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૦-રહે. માંડા ડુંગર પાસે ભીમરાવનગર) અને સુરેશ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૨-રહે. ચુનારાવાડ-૩)ને બી-ડિવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન છરીઓ સાથે પકડી લીધા હતાં.

પકડાયેલાઓમાં આકાશ ઉર્ફ મરચો રીઢો ચિલઝડપકાર છે. તેના વિરૂધ્ધ ચિલઝડપ, લૂંટના ૨૭ ગુના નોંધાઇ ચુકયા છે. જ્યારે હિતેષ ઉર્ફ બંટી વિરૂધ્ધ દારૂ-ચોરી સહિતના ૧૦ ગુના તથા સુરેશ વિરૂધ્ધ ચોરી-ચિલઝડપના સાતેક ગુના નોંધાઇ ચુકયા છે. આ ત્રણેય છરીઓ લઇ નીકળ્યા હોઇ કોઇ નવા ગુનાને અંજામ આપે એ પહેલા ભાવનગર રોડ ભવાનના પીપળા પાસેથી પકડી લેવાયા હતાં.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી  આર.એસ. ટંડેલની સુચના મુજબ પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. મનોજભાઇ મકવાણા, કોન્સ. પરેશભાઇ સોઢીયા, સિરાજભાઇ ચાનીયા, મનોજભાઇ ગઢવી, મિતેષભાઇ આડેસરા, સંજય મિંયાત્રા, જયદિપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઇ વાધીયા, ચાંપરાજભાઇ ખવડ સહિતે આ કામગીરી કરી હતી.

(3:02 pm IST)