Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોનામુકત રાજકોટ બનાવવા મનપા દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઃ ૪૬ હજાર ઘરોનો સર્વે માત્ર ૨૫ને તાવ - શરદી - ઉધરસના લક્ષણો

રાજકોટ : શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૨૨ના ૧૨૦૦ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૬૮૩૮ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૫ વ્યકિતઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી. મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, સરેરાશ ૨૩૦ ની ઓ.પી.ડી. સહીત ૧૧૪૭૭ વ્યકિતઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૪૨૭ વ્યકિતઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે. શહેરીજનો માટે શરૃ કરેલ '૧૦૪ સેવા' અંતર્ગત કુલ ૧૭૪ ફોન આવેલ અને '૧૦૮ સેવા'માં ૫૫ ફોન આવેલ છે. હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૨૩ સંજીવની રથ દ્વારા ૮૫૭ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

(3:03 pm IST)