Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

UPSCની રાજકોટમાં લેવાનાર પરીક્ષા માટે પેપરો આવી ગયાઃ આજે ત્રણ પ્રકારના અધિકારીઓની તાલીમ યોજાઇ

૧૪ કેન્દ્રો ઉપર પ૦ ટકા સૂપરવાઇઝર કલેકટરનાઃ બસ માટે એસટી-કોર્પોરેનને કહી દેવાયું : કલકેટર કચેરી ખાતે સ્ટ્રોંગરૂમ ઉભો કરાયોઃ ૪ ઓકટોબરે પૂરવઠામાં ખાસ કન્ટ્રોલરૂમ

કલેકટર કચેરી ખાતે UPSC પરીક્ષા માટે સ્ટ્રોંગરૂમ ઉભો કરી રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત મૂકાયો છે

રાજકોટ તા. ર૩ : આગામી તા.૪ ઓકટોબરે રાજકોટમાં IAS,  IPS, IRS ઓફીસરો માટે રાજકોટમાં પરીક્ષા લેવાનાર છે, કુલ ૧૪ કેન્દ્રો ઉપર ૩૩૮૦ થી વધૂ ઉમેદવારો સૌરાષ્ટ્ર-કચ્છના ૧૪ જીલ્લામાંથી પરીક્ષા દેવા આવનાર છે. મોટાભાગના ઉમેદવારો આગલા દિવસે આવી જશે, પરંતુ પરીક્ષાના દિવસે આવતા ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચી શકાય તે સંર્દભે કલેકટર તંત્રે રાજકોટ એસટી તંત્ર અને કોર્પોરેશનને સીટી બસ લેવા અંગે પત્ર લખી વ્યવસ્થા કરવા જાણ કરી છે, આ ઉપરાંત પરીક્ષાના દિવસે કલેકટર કચેરી ખાતે પૂરવઠાની ઓફીસમાં ખાસ કન્ટ્રોલરૂમ રહેશે જેના ફોન નંબર (૦ર૮૧-ર૪૭૬૮૯૧) જાહેર કરાયા છે.

દરમિયાન એડી.કલેકટર શ્રી પરીમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે બે સેસનમાં પરીક્ષા કેન્દ્રોના સૂપરવાઇઝરો, કેન્દ્ર સંચાલકો, અને જે તે કેન્દ્રના સૂપરવાઇઝરોની ખાસ તાલીમ અપાઇ રહી છે, સૂપરવાઇઝરોમાં પ૦ ટકા નિમણુંક કલેકટર તંત્ર કરશે.

દરમિયાન લેવાનાર પરીક્ષાના પ્રશ્નપેપરો રાજકોટ આવી ગયા છે, જે કલેકટર કચેરી ખાતે બનાવાયેલ સ્પે. સ્ટ્રોંગરૂમના સીલ કરી દેવાયા છે, અને રાઉન્ડ ધ કલોક જ પોલીસનો ખાસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.

(3:28 pm IST)