Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભ્રષ્ટાચારમાં ખદબદતી રાજકોટ ડેરી સામે ભારતીય કિસાન સંઘના દેખાવોઃ વહીવટદાર નિમણુંક કરોઃ કલેકટરને આવેદન

કુલ ર૯ જેટલા મુદાઓ અંગે અને ચેરમેન સામે આક્ષેપોઃ વિસ્તૃત રજુઆત

રાજકોટ ડેરી અંગે ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમ પ્રમુખ દિલીપભાઇ સખીયા અને અન્યોએ એડી. કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરી હતી.

રાજકોટ, તા., ૨૩: ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ભ્રષ્ટાચારમાં ખદબદતી રાજકોટ ડેરીની અંદર મેનેજમેન્ટનો બચાવ તથા ફોર્મ રીજેકટ કરેલા ઉમેદવારનું ચુંટણીના હાઇકોર્ટનું રીઝલ્ટ ન આવે ત્યાં સુધી વહીવટદાર નિમણુંક કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ ડેરીમાં ડીરેકટરોની ચંુટણીમાં શામ, દામ, દંડનો દુરઉપયોગ કરીને ચાલુ મેનેજમેન્ટ દ્વારા સામેના ઉમેદવારોના ખોટી રીતે ફોર્મ રદ કરાવતા તેવા ૬ ઉમેદવારોએ હાઇકોર્ટની અંદર પીટીશન દાખલ કરેલ છે. જયાં સુધી તે લોકોનો ન્યાય ન મળે ત્યાં સુધી ભ્રષ્ટાચારની આક્ષેપવાળી રાજકોટ ડેરીમાં સહકારી કાયદાના નિયમો અનુસાર વહીવટદારની તાત્કાલીક નિમણુંક કરવી તેવી પશુપાલકો/ખેડુતો તેમજ દુધ મંડળીઓની માંગણી છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ૬પ હજાર દુધ ઉત્પાદક પરીવારોને રાજકોટ ડેરીનું મેનેજમેન્ટ દ્વારા  દુધ મંડળીઓનું વિશાળ સહકારી નેટવર્ક ધરાવતા રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ (રાજકોટ ડેરી)માં ભરતી સગાવાદ તથા દુધના ભાવ સહીત વિવિધ મુદે પશુપાલકોને ઘણા સમયથી કહેવાતી રીતે રમાડી રહી છે તેનાથી પશુ પાલકોમાં દુઃખની લાગણી ફેલાય છે આ મેનેજેમેન્ટથી રાજકોટ જીલ્લાની પશુપાલકો/ખેડુતોની આ ડેરી બચાવવા માટે ખેડુત આગેવાનો દ્વારા સરકારને આવેદન પત્ર આપી રજુઆત કરાયેલ છે.

રાજકોટ ડેરીમાં વર્ષ ર૦૦૩ થી ચુંટાતા ચેરમેન નબળા મેનેજમેન્ટના કારણે રાજકોટ ડેરીમાં હાલ કહેવાતો ભ્રષ્ટાચાર ખદબદી રહયો છે.

આવેદનમાં ઉમેરાયું હતું કે (૧) ડેરીમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ફરીયાદ કરનારને ચેરમેનશ્રી એ પ્રેસનોટમાં કહે છે કે આ કોઇ ટોળકી છે. પરંતુ તે સમજી લે કે આ કોઇ ટોળકી નથી ખેડુતોની સંસ્થાના પ્રતિનિધિઓ અને ગામડાની ડેરી પ્રમુખો અને મંત્રીઓ તેમજ પુર્વ ડીરેકટરોની તેમજ અન્ય પશુપાલકોની ફરીયાદ છે.

ચેરમેનના કહેવા મુજબ ગયા વર્ષના દુધ ખરીદીના ભાવ ૬પ૬ રૂપીયા અને વેચાણ ભાવ ૯૬૬ રૂપીયા તેમાં જો ખરીદી વેચાણમાં ૩૩ ટકાનો ફરક હોઇ તો ૮પ૦ કરોડના ટર્નઓવરમાં ખેડુતના ભાગમાં કેટલો નફો આવશે?  (ર)માત્ર ૧૦ ટકા નફો કરે તો પણ ખેડુતો/પશુપાલકોના ભાગમાં ૮પ કરોડનો નફો ભાગમાં આવે પણ ખરાબ મેનેજમેન્ટ અને ભ્રષ્ટાચારને લીધે ખેડુતો/ પશુ પાલકોના કાઇ આપવામાં આવતુ નથી.

આવેદનમાં વિવિધ કર્મચારીના નામ આપી ચેરમેનના સગાઓ કે નજીકના સંબંધી હોવાનું ચેરમેનના ગામના હોવાના આક્ષેપો કરાયા છે. આવેદનમાં કુલ ર૯ જેટલા મુદાઓ અંગે આક્ષેપો કરી સવાલો ઉઠાવાયા હતા.

(3:30 pm IST)