Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બપોર બાદ રાજકોટના પેટ્રોલપંપ-સસ્તા અનાજના દુકાનદારો ગેસ એજન્સીને બોલાવતા કલેકટરઃ કોરોના જાગૃતિ અંગે ઝુંબેશ

રાજકોટ તા. ર૩: આજે બપોર પછી સાંજે ૬ વાગ્યે રાજકોટના પેટ્રોલ પંપના સંચાલકો-સસ્તા અનાજના દુકાનદાર આગેવાનો અને ગેસ એજન્સીના સંચાલકોને કલેકટરે મીટીંગ અર્થે બોલાવ્યાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવેલ હતું.

તેમણે જણાવેલ કે આ મીટીંગમાં નાણા વિભાગના સચિવ અને કોર્પોરેશનમાં ખાસ નોડલ ઓફીસર તરીકે મુકાયેલા મીલીંદ તોરવણે પણ ખાસ હાજર રહેશે.

મીટીંગમાં ઉપરોકત સંચાલકો-ધંધાર્થીઓને તેમના પેટ્રોલ પંપ, ગેસ એજન્સી, સસ્તા અનાજની દુકાને કોરોના સામે જાગૃતિ અંગે બોર્ડ મુકવા, તેમના ખર્ચે પત્રીકા છપાવવા, આવતા લોકો ખાસ સોશ્યલ ડીસ્ટન્સ રાખે તે પ્રકારે કાર્યવાહી કરવા સુચના અપાશે.

(3:30 pm IST)