Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

'રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી'ની રાજકોટમાં મીટીંગ

 વિકલાંગોના કાર્ય માટે છેલ્લા ચાર વર્ષથી રાષ્ટ્રીય સ્તરે કાર્યરત 'રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી' ની એક મીટીંગ તાજેતરમાં રાજકોટ ખાતે મળી હતી. દિવ્યાંગોને સરકાર તરફથી મળવા પાત્ર લાભો અને યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયુ હતુ. કાલાવડ રોડ પર ગીરીરાજ હોસ્પિટલ ખાતે સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે મળેલ આ મીટીંગમાં રાજકોટ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ ફટાણીયા, ઉપાધ્યક્ષ ઇમરાનભાઇ બ્લોચ, ચિરાગભાઇ રાજવીર, મહાસચિવ અનવરભાઇ મુસાણી, મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન છાંટબાર, ઉપાધ્યક્ષ સીમાબેન પટેલ, જિલ્લા મહાસચિવ ચન્દ્રીકાબેન ડાભી ઉપસ્થિત રહ્યા હતા. તેમ અનવર મુસાણીની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)