Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જયોતિષ શાસ્ત્રમાં 'રાહુ'ને 'છાયા' ગ્રહ તરીકે માનવામાં આવે, પણ તેની અસર દરેક રાશીમાં જોવા મળે

રાહુનો મિથુનમાંથી વૃષભ રાશીમાં પ્રવેશ, ૧૨ એપ્રિલ ૨૦૨૨ સુધી ત્યાં જ રહેશે

સપ્ટેમ્બર મહિનો ગ્રહોના પરિવર્તનો ભરેલા છે અને તે બધા વ્યકિતગત રીતે  મહત્વપૂર્ણ છે . રાહુ અને કેતુ ૧૮ મહિના પછી રાશિ બદલવા જઈ રહ્યા છે.જે ૨૦૨૦ના મોટા ગ્રહોના રાશિ પરિવર્તનમાંનું એક છે પરિવહન છે. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સવારે, રાહુ મિથુનથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ૧૨ એપ્રિલ, ૨૦૨૨ સુધી ત્યાં રહેશે.

અત્યારે તેઓ અનુક્રમે મુજબ મિથુન અને ધનુ રાશિમાં છે. જયોતિષશાસ્ત્ર અનુસાર વિચારસરણી છે જે કહે છે કે રાહુ મિથુન રાશિમાં ઉત્ત્।મ છે અને કેતુ છે ધનુરાશિમાં, પરંતુ આસપાસ જુઓ શું તમને કોઈ ઉચ્ચ પરિણામ મળ્યું છે ??

હું રાહુ અને કેતુના  આજ થઇ રહેલા પરિવહનપર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું , જેથી દર્શાવે છે  કે આગામી ૧૮ મહિનામાં કોરોના વાયરસથી ફેલાતી મહામારી થી લઇને મહાન ભારત દેશના અર્થતંત્રની  સ્થિરતામાં રાહત લાવવશે તેમજ નહિ પણ  રાહુ અને કેતુનું આ પરિવહન આપડી જીવન સહેલીમાં પણ સારા બદલાવ લાવવશે.

૨૩ સપ્ટેમ્બરના રોજ રાહુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ વૃશ્યિક રાશિમાં પ્રવેશ કરશે, જે તેની સંબંધિત ઉચ્ચ સ્તિથી દર્શાવશે. જયોતિષશાસ્ત્ર અનુસાર  રાહુ વૃષભ રાશિમાં  મોટાભાગે ઉત્ત્।મ અને સકારાત્મક  પરિણામો આપે છે. વૃષભ એ પૃથ્વીનું નિશાની છે અને જયારે રાહુ તેમાં મૂકવામાં આવે છે, ત્યારે તે વ્યકિતના જીવનમાં સ્થિરતા ભાવના લાવે છે. વૃષભ રાશિ ને  શુક્ર ગ્રહ દ્વારા શાસન કરવામાં આવે છે, જે પ્રેમ, લાગણીઓ અને જીવનસાથીનું પ્રતિનિધિત્વ કરે છે. વૃષભ રાશિમાં રાહુનો પ્રવેશ લોકોને સરકાર તરફથી ઘણું માન અને સન્માન મળે છે. લોકો તેમના સામાજિક જીવનમાં પણ આદર અને પ્રશંસા મળે છે. વૃષભ રાશિમાં રાહુ વ્યકિતને વ્યકિતગત રીતે  સંપત્ત્િ। અને જમીનનું  માલિકી ધોરણ પણ અપાવે છે. વ્યકિત લકઝરી વસ્તુઓમાં ઘણો ખર્ચ કરે છે. જો કે, રાહુની આ સ્થિતિ વ્યકિતને વ્યસન ધરાવતો વ્યકિત પણ બનાવે છે  .

અને રાહુ-કેતુનું  રાશિ પરિવહન, ખૂબ જ નોંધપાત્ર દેખાઈ રહ્યું છે, જેમ કે શનિ અને ગુરૂની જેમ, રાહુ-કેતુ પણ ધીમા ગતિશીલ ગ્રહ છે, પરિવર્તન યોગ, ગ્રહણ યોગ, નબળા ગ્રહોની સ્થિતિ અથવા શનિની સાડા ૭ વર્ષની પનોતી  જેવી બાબતો અથવા સંરેખણ  કુંડળી માં ભાવ ભજવતા  હોઈ ત્યારે રાહુ-કેતુનું આ પરિવહન  બધી બાબતોને વધુ જટિલ બનાવી શકે છે.

રાહુ-કેતુ દર ૧૮ મહિનામાં રાશિ પરિવર્તન કરે છે અને સ્વાભાવિક રીતે આ થઇ રહેલું પરિવહન આપણા બધા માટે ખૂબ મહત્વનું બની જાય છે.રાહુ-કેતુ એ બે પડછાયા ગ્રહો છે અને તે ચંદ્રના નોડેસ તરીકે માનવામાં આવે છે અને તેથી જ તેઓ આપણા અવચેતન મન પર ઊંડી અસર કરે છે. રાહુ અને કેતુ પાછળની તરફ આગળ વધે છે અને ગ્રહોની ગણતરીમાં 'આર' દ્વારા રજૂ થાય છે. કારણકે તેઓ હંમેશાં પાછળની તરફ જાય છે એટલે કે ગતિમાં પાછો ફરે છે.

રાહુ વૈદિક જયોતિષવિદ્યામાં છાયા ગ્રહ તરીકે માનવામાં આવે છે, પરંતુ તેની અસર દરેક રાશિ પર જોવા મળે છે. સામાન્ય રીતે, તે જે ગ્રહ જોડે સંયોજન કરે છે તેના અનુસાર પરિણામો બતાવે છે. જો કે, તે એકલું મૂકવામાં આવે છે, તો તે શનિનું પરિણામ દર્શાવે છે. જો રાહુ સકારાત્મક છે તો તેમાં રાજ યોગ, આર્થિક લાભ અને વિદેશ યાત્રા જેવા ફળ આપવાની  ક્ષમતા છે. પરંતુ જો તે નકારાત્મક છે, તો તે નિરાશા, મૂંઝવણ, આળસ, વાસના આપશે.

બંને ગ્રહોનો સ્વભાવ રહસ્યમય છે અને તેમના વિશે આગાહી કરવી હંમેશાં મુશ્કેલ છે કારણ કે પડછાયો ગ્રહ હોવાથી તેઓ નીચેની રીતથી પ્રભાવ ઉત્પન્ન કરે છે અને વધુમાં ટ્રાંઝિટ વાંચવાના મૂળભૂત નિયમોને વળગી રહેવું પડે છે :-

 ૧. જે ઘર  તેઓ બેઠા છે અથવા પરિવહન કરી રહિયા છે.

૨. તેઓ બેઠા છે કે પરિવર્તન કરે છે તે રાશિ .

૩. તેઓ જે નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યા છે અથવા હાજર છે.

૪. અન્ય ગ્રહો ખાસ કરીને ગુરુ, શનિ અને મંગળ પરથી જે લાક્ષણિકતાઓ જે તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે.

૫. જે રીતે, આન્ય ગ્રહો તેમની સાથે સંયોજન કરી રહ્યા છે.

તેથી આ સાબિત થઇ  છો કે તેઓ કેટલા રહસ્યમય છે અને તેમના વિશે આગાહી કરવાનું કોઈ પ્રમાણભૂત સૂત્ર નથી. બધા પરિબળોને કાળજીપૂર્વક ગણિત કરવાથી  રાહુ -કેતુ પરિવહન ૨૦૨૦ પર આપણને તારણો મેળવી શકો.

મેષ લગ્ન

રાહુ-કેતુ તમારી નાણાં, ઘરેલુ સુમેળ અને વચનબદ્ઘતાને અસર કરશે. આ સમયગાળા દરમિયાન, નકામું સામગ્રી પર ખર્ચ કરવાનું ટાળવું, તે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા બનાવી શકે છે અને તમારા નાણાકીય સ્વાસ્થ્યને અસર કરશે. મેષ લગ્ન ધરાવતા વ્યકિત એ સમજી વિચારીને બોલવું જેથી , તમારા વ્યવસાયિક અને ઘરેલું જીવનમાં ગેરસમજ થઇ શકે છે. તમારા જીવનસાથીની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે. મેષ લગ્ન ધરાવતા બાળકો તેમના પ્રાથમિક શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એવું પ્રમાણ મળે છે . આંખો, કાન, ચહેરો, નાક અને દાંત સંબંધિત આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અંગે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

વૃષભ લગ્ન

રાહુ તમારી લગ્ન રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. વૃષભ લગ્ન ધીરજ રાખવાની ખાસ સુચવાનું રહેશે કે કુટુંબ અને વ્યવસાયથી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવાનું ટાળવું જરૂર છે. તમને વ્યવસાયિક શેત્રે તકો મળશે પરંતુ તમારે કોઈની પાસેથી વધુ અપેક્ષા ન કરવી જોઈએ; નહિંતર, તમે નિરાશ થઈ શકો છો આ સમય કોઈ વ્યકિત ઉપર અતિ-બભરોસા નાહ કરવો . નાણાકીય બાબતમાં જુગાર અને સટ્ટા જેવી બાબતો ને ટાળવું .લાંબી યાત્રાઓ લાભ દાયી નહિ રહે તે માટે શકય હોઈ તો ટાળવું .

મિથુન લગ્ન

મિથુન લગ્ન ધરાવતી વ્યકિત એ  હરીફો અને છુપાયેલા દુશ્મનોથી સાવચેત રહેશો, પરંતુ કોઈક રીતે તમે તમારા શત્રુઓને કાબૂમાં કરી શકશો. તમે  વિદેશ અથવા બહારના શહેરોને લગતા નવાકર્યો જોડે સંકળાશો. સંદેશાવ્યવહાર એટલે કે કોમ્યૂનિકેશન સ્કિલ્લ્સ , વિદેશી વેપાર, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ, સંશોધનથી સંબંધિત મૂળો વધુ સારૃં પ્રદર્શન કરી શકશો. અગર તમે લોન્ગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા હોઈ તોહ તે ભવિષ્ય માં ફળ દાયી સાબિત થશે.

કર્ક લગ્ન

કર્ક લગ્ન ના વ્યકિત તમારા માટે સારો સમય આર્થિક, માનસિક અને સારી તંદુરસ્તી વાળો સાબિત થશે . આવકના નવા સ્ત્રોત ખુલશે. તમે તમારા ખર્ચને નિયંત્રિત કરી શકશો જે આર્થિક પરિસ્થિતિ નું સંતુલનને વધારશે. તમે તમારા વ્યવસાયમાં મૂડી રોકાણ કરી શકશો એવા બ રસ્તા સર્જાશે. જે લોકો નોકરીમાં છે તેમને આર્થિક પુરસ્કાર અને નામના-ખ્યાતિ પણ મેળવી સકસે એવા પ્રમાણ પણ મળી આવે છે .

સિંહ લગ્ન

રાહુ-કેતુનું  પરિગમન તમને નોકરી અને વ્યવસાયમાં કેટલાક પ્રકારનાં પોઝિટીવ ફેરફારોની તકો જવા મળશે, તમે સફળતા મેળવવા માટે તમારા કાર્યમાં વધુ સંશોધન કારસો તોહ પરિણામ અવશ્ય મળશે . તમે આ સમય દરમિયાન એક પ્રભાવશાળી વ્યકિત સાથે જોડાશો જે તમારા વ્યવસાય અથવા નોકરીમાં તમને મદદ કરશે. બદલાતા તબક્કામાં પોતાને ટકાવી રાખવાનું તમારૃં સૌથી મોટો પડકાર હશે.  કોઈપણ પ્રકારના નવા સાહસથી બચવાનો પ્રયાસ કરવો . કલા, સંસ્કૃતિ, ફેશન,  કે પછી ઔઔષસધિ ઓ સંબંધિત લોકોને વધુ સારો સમય સાબિત થઇ શકે  છે.

કન્યા લગ્ન

રાહુ-કેતુનું આ પરિગમન કન્યા લગ્નના વ્યકિતને આધ્યાત્મિક અને આંતરિક આત્મા તરફ ઝુકાવશો. તમારી આંતરિક વર્ચસ્વ ઉપર કાબુ મેળવાનો બરોબર સમય સાબિત થશે. તમને અસામાન્ય અવરોધો એટલે કે ઓબ્સ્ટેકેલ્સનો સામનો કરવો પડશે , પરંતુ નિયતિ તમને સાચો રસ્તો બતાવશે અને તમને કુદરતી મદદ મળતી રહશે. તમે આધ્યાત્મિક સ્થાનની મુલાકાત લેશો અને દાન આપવાની યોજના પણ બનાવો એવા અર્પણ સંભાવના સર્જાઈ રહી છે.  વિદ્યાર્થીઓને તેમની મનપસંદ સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે એવા યોગ પણ સર્જાઈ છે. આધ્યાત્મિક ઉપદેશકો, નેતાઓ, દવા સાથે વ્યવસાય ધરાવતા વ્યકિતઓને વધુ કાળજી લેવાની જરૂર છે.

તુલા લગ્ન

તુલા લગ્ન ધરાવતા વ્યકિતઓ માટે આત્મ-સંશોધન અને સ્વ-વિશ્લેષણનો સમય છે. સ્વ-વિશ્લેષણ કર્યા પછી, તમે આત્મવિશ્વાસ અનુભવશો.  આ સમયમાં તમારે વધારાની કાળજી સાથે નિર્ણય લેવાની જરૂર છે. તમારે કોઈની પાસેથી વધુ અપેક્ષા ન કરવી જોઈએ, નહિંતર, તમે નિરાશ થઈ શકો છો. તમે ગુપ્ત વિજ્ઞાન તેમજ , આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થશો અને નિર્ણય લેતા પહેલા ઘણી વાર મૂંઝવણ પણ મેહસૂસ કરશો, જયારે પણ તમે અનિર્ણાય બની જાઓ ત્યારે તમારે તમારી સહજ જ્ઞાન અનુસરવું. લોન્ગ-રન ડ્રાઇવિંગ  અને જોખમી એડવેન્ચર ટૂર ટાળવા ખાસ સાવચેતી દોરવી . સંશોધન, ખાણકામ, ભૂસ્તરશાસ્ત્ર, ગુપ્ત વિજ્ઞાનથી સંબંધિત વ્યકિતઓને સારા સમયનો અનુભવ થઇ શકે.

વૃશ્ચિક લગ્ન રાશિ

તમે ધંધા અને વ્યવસાયિક ક્ષેત્રે નવી તકોની અપેક્ષા પાઠવશે . કોઈપણ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા કાળજીપૂર્વક સમજી લેવું ખાસ સૂચવે છે સલાહ આપવામાં આવે છે. વૈવાહિક જીવનમાં પણ ઉતાર ચડાવ આવી શકે એવી સંભાવના છે. તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.  તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના મંતવ્યોમાં તમારે કેટલાક તફાવતોનો સામનો કરવો પડશે. સાહસ મૂડીવાદી, સપ્લાય ચેઇન મેનેજર, નાણાકીય નિષ્ણાતોએ સાવચેત રહેવાની જરૂર છે.

ધનુ લગ્ન

ધનુ લગ્ન રાશિ ધરાવતા લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે. છેલ્લા કેટલાક મહિનાઓની અવ્યવસ્થિત પરિસ્થિતિમાં સુધારો થશે અને તમે તમારી આસપાસની વસ્તુઓને નિયંત્રિત કરી શકશો. તમે છુપાયેલા દુશ્મનો અને વિરોધીઓને નિયંત્રિત કરી શકશો. સરકારી કોર્ટ કેસ સાંબાંધીસ પણ  તમે સારા સમાચાર સાંભળશો. તમારે વ્યવસાયિક જીવનમાં આળસ અને કાલ્પનિકતાને ટાળવાનો પ્રયંતન કરવો લાભ દાયી સાબિત થશે. વૃદ્ઘ સ્વાસ્થ્યના પ્રશ્નોના પોઝિટિવએ  હાલ આવી શકે છે. કાયદો અને વ્યવસ્થા, ન્યાય,  દવા અને નાણાને લગતા વ્યકિતઓ વધુ સારો સમયને માણશે.

મકર લગ્ન

મકર લગ્ન રાશિ ધરાવતા વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ વધુ વલણ ધરાવશો. રાહુ-કેતુ  તમારી શાણપણ અને વિચાર પ્રક્રિયાને અસર કરશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સંશોધન અથવા પૂરતું જ્ઞાન મેળવી લેવા થી આર્થિક નુકશાની થી બચશો. માકર લગ્ન રાશિ ધરાવતા વ્યકિતને જીવનસાથીને પૂરતું મહત્વ કાન્ક્ષા તેમજ પૂરતો વિશ્વાશ તમારા જીવનસાથીને અનુભવવો હિતેછુ છે, નહિંતર, તે તમારા સંબંધોને અસર કરી શકે છે. તમારે શેર અને જુગાર જેમકે સત્તા જેવી બાબત થી  બચવું જોઈએ. જે વ્યકિત તમને ઉદ્યાડવાનો પ્રયત્ન કરી રૈયા હશે તેમાંથી તમને શાંતિ અનુભવાશે. જે તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી શોધવા માટેનો પાઠ શીખવશે. સફળતા મેળવવા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે અને પૂરતું અને સાચું જ્ઞાન મેળવું પડશે. સફળતા મેળવવા માટે શિક્ષણ, હોટલ, luxary , મનોરંજનથી સંબંધિત લોકોએ આ સમયમાં  વધુ પ્રમાણિક હોવું જરૂરી છે.

કુંભ લગ્ન

રાહુ-કેતુની આ સ્થિતિ  તમારી શાંતિ અને આંતરિક સ્વ પર અસર કરશે. તમારી પાસે તમારી ઇચ્છા મુજબની બધી વસ્તુઓ હશે, પરંતુ તમે તેનો આનંદ લઈ શકશો નહીં. કોઈની પાસેથી અપેક્ષા ટાળવાની સલાહ આપવામાં આવે છે. તમારે 'ફકત કરો અને જવા દો'ના સુવર્ણ નિયમનું પાલન કરવું રહેશે આ સમય દરમ્યાન  વડીલોનો આશીર્વાદ અને ધ્યાન તમને ખુશ થવામાં મદદ કરશે અને તમે તમારા જીવનનો આનંદ માણશો. જો તમે એક સ્થળેથી બીજા સ્થાનાંતરિત થવાનું વિચારી રહ્યાં છો, તો આવું કરવા માટે તે સારો સમય સાબિત થશે. તમારે તમારા માતાપિતાના સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવાની જરૂર છે. સ્થાવર મિલકત, ફર્નિચર, પર્યટન અને રાજકારણથી સંબંધિત વ્યકિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા  કાળજીપૂર્વક રટણ કરવું જરૂરી  છે.

મીન  લગ્ન

મીન  લગ્ન રાશિ ધરાવતી વ્યકિત એ આ રાહુ-કેતુના આ પરિગમન ના સમયમાં  તમારી શકિત, સંબંધો, સામાજિક જીવન અને ક્ષમતાને અસર કરશે. તે તમારા કામમાં સકારાત્મક પરિણામ મેળવશો. તમને સફળતા મળશે અને વધુ શકિતશાળી અને શિસ્તબદ્ઘ બનશો. ભાઈ-બહેન સાથેના વિવાદોનું સમાધાન પણ થઇ શકે છે. તમારા ગૌણ અધિકારીઓ વધુ મદદરૂપ થશે અને તમને સમાજ માં માન-પ્રતિષ્ટાની  પ્રાપ્તિ થઇ શકે છે. તે તમારા સામાજિક વ્યવહારતોને એક ગતિ આપશો . તમે ટૂંકા પ્રવાસો પર જઈ શકશો અને માનસિક શાંતિનો પણ અનુભવ કરી શકશો. લોન્ગ ઋણ ડ્રાઇવિંગ અને જોખમી સાહસો ટાળવાની જરૂર છે . કાયદો અને વ્યવસ્થા, રાજકારણ, મુસાફરી વ્યવસ્થાપન, નેટવર્કિંગ, કોમ્યુનિકેશન , ટેલિકોમ સંબંધિત વ્યકિતઓ માટે વધુ સારૃં કામ આ સમય સાબિત કરશે.

:: આલેખનઃ:

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટઃ મો.૯૫૩૭૩૪૨૮૪૫

(3:40 pm IST)