Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સોલાર અને વિન્ડ પાવર મેળવવાની પોલીસીમાં થોડા ફેરફાર થાય તો સોનામાં સુગંધ ભળે

પ્રતિ,

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ,

આપના દ્વારા કોલ બેઝડ પાવર પ્લાન્ટ બંધ કરી વધુ ને વધુ સોલાર, વિન્ડ જેવી રિન્યુએબલ એનર્જીથી પાવર ઉત્પન્ન કરવાનો વિચાર સરાહનીય છે. રિન્યુએબલ એનર્જી માટેની પોલીસી સપ્ટેમ્બરમાં ડિકલેર થવાની છે. એવી જાણકારી મળતા કેટલાક સજેશન કરૂ છું.

(૧) હાલમાં જે રૂફટોપ અને ગ્રાઉન્ડ માઉન્ટેડની પોલીસી જુદી જુદી છે એ એક કરવાની જરૂર છે. જેથી રોકાણકારને કન્ફયુઝનના  રહે. (ર) રૂફટોપ પ્રોજેકટ પર પણ થર્ડ પાર્ટી પાવર વેચી શકાય તે નવી પોલીસીમાં સમાવેશ કરવો. (૩) જે સોલાર કે વીન્ડ પાવર વેચવામાં આવે તેની આવક પર પ૦ ટકા ઇન્કમટેકસ બાદ મળે તે માટે યોગ્ય પ્રયત્ન થાય એ રીતે અમલીકરણ કરશોજી. (૪) પ૦ ટકાનો નિયમ હાલમાં એમ. એસ. એમ. ઇ. અને રેસીડેન્સીયલમાં જ દૂર કરવામાં આવ્યો છે હવે બાકી માત્ર નોન એમ. એસ. એમ. ઇ. અને કોમર્શીયલ ક્ષેત્ર જ બાકી રહયા તો તેમાંથી પણ પ૦ ટકાથી કેપ્સ કાઢી નાખશે તેવી વિનંતી. (પ) કોઇપણ સોલાર પ્રોજેકટ જો કેપટીવ હોય તો બીલીં સાયકલ પ્રમાણે અને થર્ડ પાર્ટી સેલ હોય તો સવારે ૭ થી સાંજના ૬ સુધીનું જનરેશન યુનિટ સેટ ઓફ થાય. તે વધુ અનુકુળ રહેશે.

એ ઉપરાન્ત કોઇપણ રિન્યુએબલ એનર્જી પ્રોજેકટમાં વધારાના એકસપોર્ટ થતા યુનિટનો ચાર્જ રૂ. ર.રપ જ રાખવો. જે અત્યારે જુદા જુદા પ્રોજેકટના જુદા જુદા ચાર્જ છે. (૬) નાના નાના ૪ મેગાવોટ સુધીના પ્રોજેકટમાં એડિશનલ સરચાર્જ અને ક્રોસ સબસીડી સરચાર્જ કાઢી નાખવા કારણ કે તે બંને ચાર્જ ઉમેરવાથી પ્રોજેકટની વાયેબિલીટી આવતી નથી. (૭) સ્મોલ સ્કેલની પોલીસી ડીકલેર થયાની તા. ૬-૩-૧૯ પછી guideline આઠ મહિના પછી  એટલે કે તા. ૧પ-૧૧-૧૯ ના દિવસે આવી. આટલો બધો સમય કે થાય ? તેમ છતાં ગાઇડ લાઇનમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે પંદર દિવસમાં અરજીનો નિકાલ કરવો છતાં હજુ દશ મહિના થયા કોઇ કામ થતું નથી.

(૮) 'Small scale distribution solar prpject' માં ર૦ ને બદલે ૪૦ પૈસા વધારો અપાય તે ઇચ્છનીય રહેશે. (૯) આપ  DISCOM અને GUVNL ને  સ્પષ્ટ દિશા સુચન આપી અને જો ટાઇમ લીમીટમાં કામ ન થાય તો તેના જવાબદાર જે તે અધિકારી થાય, જેવું મોદી સાહેબે પ૦૦ એમડબલ્યુ સોલાર પાવર પ્લાન્ટ વખતે કરેલું. (૧૦) સોલાર વિન્ડ કે રિન્યુએબલ પાવરના ચાર્જીસ અને લોસીસને કોલ બેઝ 'ઓપન એકસસેસ' સાથે સરખાવવામાં આવે છેવટે તદન અવાસ્તવીક છે કારણ કે કોલ બેઝ પાવર પ્લાન્ટ-ર૪ કલાક ચાલે છે જયારે રિન્યુએબલ એનર્જી સંપૂર્ણપણે કુદરત આધારિત છે તેથી તેના લોસીસ અને ચાર્જીસ પ્રત્યેક પાંચ વર્ષે ગણતરીમાં લઇ એકધારા પાંચ વર્ષ સુધી એ જ રહે તો કોઇપણ વ્યકિત બરોબર ગણતરી કરી ચોકકસ રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરશે. (૧૧) સોલાર અને વિન્ડ પ્રોજેકટ માટે જેઓ સબસીડીનો લાભ લેવા માંગતા નથી તેમજ ઉદ્યોગ ગૃહ નથી તેમને જમીન એનએ કરાવવામાંથી મુકિત મળવી જોઇએ.

(૧ર) ગાયોના છાણમાંથી સીએનજી ગેસ બને છે આ બાબતે સરકારે પાયલોટ પ્રોજેકટ માટે ફન્ડ ફાળવવું જોઇએ અને પેટ્રોલિયમ કંપની એ ગેસ ખરીદે જેથી પાંજરાપોળને કાયમી આવક મળે અને રસ્તે રઝળતા ઢોરની તકલીફમાંથી કાયમી છૂટકારો થાય. (૧૩) ભારત સરકારની KUSUN યોજનામાં જે ત્રણ યોજના છે તેમાંથી માત્ર એક જ યોજનાનું અમલીકરણ થઇ રહ્યું છે. જયારે બીજા રાજયોમાં અમલીકરણ થવા મંડયા છે, તેની અમલવારી વહેલી તકે થાય તો યોગ્ય રહેશે. (૧૪) હાલમાં ઘણા ઇન્વેસ્ટરોને તથા નાના  MSME ઉદ્યોગોને સોલાર, વિન્ડ  એનર્જી તરફ વળવું છે પણ સતત ચેન્જ થતી પોલીસીને લીધે મનમાં છૂપો ભય છે. (૧પ) શકય હોય તો એક એવી રિન્યુએબલ એનર્જી કમીટી બનાવો જે પોલીસી બનાવવામાં મદદરૂપ થાય તથા વખતો વખત સાચી જમીની હકિકત (ગ્રાઉન્ડ રિયાલીટી) શું છે ? અને શું શું ફેરફાર કરવા પડે એ પણ ડાયરેકટ આપને  જણાવે. કે નવી પોલિસીનું અમલીકરણ જલ્દી થાય અને સરળ રીતે થાય તેવી અપેક્ષા છે.

-કેતન ભટ્ટ

(કન્સલ્ટન્ટ તરીકે રપ વર્ષના અનુભવી) મો. ૯૪ર૮ર ૦ર૧૦ર

(3:40 pm IST)