Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજય સરકાર દ્વારા ગરીબોની ક્રુર મજાક : રાંધણ ગેસની સબસીડીમાં ઠેંગો બતાવાયોઃ કોંગ્રેસ

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની રજૂઆતમાં જવાબમાં પુરવઠા વિભાગ દ્વારા સબસીડી બાબતે ખૂલાસો કરાયો

રાજકોટ તા. ર૩ : રાજયના ૯૩ લાખથી વધુ પરિવારોને રાંધણ ગેસની સબસીડી મુદ્ે પ્રદેશ માહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની રજુઆતોનો જવાબમાં પુરવઠા વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, નોન સબસીડીઝીઓ, સબસીડીવી એલ.પી. જી. બાટલાના ભાવ સમાન થઇ ગયા હોય ત્યારે સબસીડી જમા કરવામાં આવતી નથી તેવો જવાબ મળતા ગાયત્રીબાએ આક્ષેપ કર્યા હતો કે રાજય સરકાર દ્વારા ગરીબોની ક્રુર મજાક કરવામાં આવી છે.

 

આ અંગે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે  રાજયના ૯૩ લાખથી વધુ ગરીબ પરિવાર પાસેથી રાંધણ ગેસના પુરા પૈસા વસુલવામાં આવી રહ્યા છે. અને ગેસ એજન્સીઓ દ્વારા મળવા પાત્ર સબસીડી અંગે ગરીબ ગ્રાહકોને  સંતોષકારક જવાબ ન મળતા સમગ્ર રાજયમાં મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા મથકોએ જિલ્લા કલેકટરશ્રીઓ મારફત રાજયના મુખ્યમંત્રીશ્રીને સંબોધી આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા અને મ-જુન-જુલાઇ-ર૦ર૦ ગેસના  બાટલાનાં પૂરા પૈસા એજન્સીઓ દ્વારા વસૂલવામાં આવે છે અને સરકારશ્રી દ્વરા સબસીડી રૂપે ગેસનાં બાટલાનાં સરેરાશ રૂપિયા ૧૪૦ થી ર૦૦ રૂપિયા સુધીનાં મળવા પાત્ર રકમમાંથી એક પણ ફદિયું સરકાર દ્વારા લાભાર્થીનાં ખાતામાં જમા કરવામાં આવ્યું નથી. જે બાટલો સપ્ટેમ્બર ર૦૧૯ માં રૂપિયા પ૮પ માં મળતો હતો તે જૂલાઇ ર૦ર૦ માં ૭૦૦ ની સપાટીને આંબી ગયો છે. ત્યારે ગુજરાતની લાખો ગૃહીણીઓ ગેસનાં ભાવ વધારાર્થી ત્રસ્ત છે. ત્યારે સરકાર દ્વારા લાભાર્થીનાં ખાતામાં સબસીડીની રકમ જમા કરવામાં આવે.

જેનાં જવાબમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ દ્વારા તા. ર૦ થી પત્ર પાઠવી જવાબ આપવામાં આવ્યો છે કે ઉપસચિવ અન્ન નાગરીક પુરવઠા અને ગ્રા. બા. વિભાગ ગાંધીનગરથી મળેલ આદેશ મુજબ નોન સબસીડાઇઝ એલ. પી. જી. બાટલાનાં ભાવ  સમાન થઇ ગયેલ આવા સંજોગોમાં લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં સબસીડી જમા કરવામાં આવતી નથી. ત્યારે નારી સશકિતકરણની વાતો કરનારી સરકાર રસોડાનાં ધુમાડાથી ગરીબ બહેનોને ગેસનાં બાટલા આપવાની વાતો કરનાર સરકારની કથની અને કરણી ખુલ્લી પડી ગઇ છે અને રાજયનાં ૯૩ લાખથી વધારે સબસીડી પાત્ર એલ. પી. જી. ગેસનાં બાટલા ધરાવતા ગરીબ પરિવારોની સરકારે ક્રુર મજાક કરી  હોવાનો આક્ષેપ કર્યો હતો.

(4:05 pm IST)