Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હમ નહિ સુધરેંગે : આજે માસ્ક વિનાના ૩૨ દંડાયા : ચુનારાવાડ ચોકમાં એક દુકાન સીલ

મહાનગરપાલિકા દ્વારા શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહી પહેરતા લોકો સામે ડાઈવ કરવામાં આવી હતી, જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૩૨ લોકો પાસેથી ૩૨,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ ચુનારાવાડ ચોક ખાતે આવેલ શ્રી ગણેશ ટેલીકોમને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

(4:05 pm IST)