Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોવિડ-૧૯ અને રૃટીનમાં પ્રશંસનીય ફરજ બજાવનારા પોલીસ કર્મચારીઓનું સન્માન

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૧૨ કર્મીઓને પ્રમાણપત્ર આપી બીરદાવ્યા

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ કે જેમણે કોવિડ-૧૯ અંતર્ગત સરકારની માર્ગદર્શિકાઓનું અને પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનું પાલન કરાવવા ઉપરાંત લોક જાગૃતિનું પણ કામ કર્યુ છે અને સિનિયર સિટીઝનની દેખભાળ, જરૃરીયાતમંદોને રાશન કીટ પહોંચાડવી તેમજ પક્ષીઓને ચણ સહિતની કામગીરી અને રૃટીન ફરજમાં આવતી કામગીરી શ્રેષ્ઠતા પુર્વક બજાવી છે તે પૈકીના ૧૨ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ છે. જેનું સન્માન કરવામાં આવ્યું છે તેમાં એ-ડિવીઝનના કોન્સ. હરપાલસિંહ જયુભા, બી-ડિવીઝનના કોન્સ. શબાનાબેન અબ્દુલભાઇ, કુવાડવા રોડના હેડકોન્સ. હિતેષભાઇ અનુભાઇ ગઢવી, થોરાળાના કોન્સ. યાસીનભાઇ અબુભાઇ, ભકિતનગરના હેડકોન્સ. નિલેષભાઇ મુળુભાઇ મકવાણા, આજીડેમના કોન્સ. કિશોરભાઇ ગોકળભાઇ, પ્ર.નગરના એએસઆઇ સુરેશભાઇ રણછોડભાઇ, યુનિવર્સિટીના કોન્સ. પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ, તાલુકાના એએસઆઇ દિનેશભાઇ વીરાભાઇ ખાંભલા, માલવીયાનગરના કોન્સ. ચિત્રકેતુસિંહ જીતેન્દ્રસિંહ તથા મહિલા પો.સ્ટેશનના એએસઆઇ અલ્પાબેન કુવરજીભાઇનો સમાવેશ થાય છે.

(4:16 pm IST)