Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સીવીલ હોસ્પિટલમાં એક પછી એક બહાર આવતા બેદરકારીના કિસ્સા : નૈમિષ પાટડીયા

રાજકોટ તા. ૨૩ : સીવીલ હોસ્પિટલની બેદરકારીઓ એક પછી એક બહાર આવી રહ્યાનો આક્રોશ આમ આદમી પાર્ટીના યુવા પ્રભારી નૈમિષ પાટડીયાએ વ્યકત કરેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે કોરોનાનો પ્રથમ કેસ નદીમ નામના દર્દીનો નોંધાયો ત્યારે સીવીલ હોસ્પિટલ દ્વારા તેમને તપાસીને કઇ નથી હોવાનું જણાવી જવા દીધા હતા. બાદમાં ગાંધીનગરથી આદેશો છુટતા ફરી ટેસ્ટ કરાયો અને પોઝીટીવ આવેલ. આવી જ બેદરકારી ગોંડલના એક મૃતકના કિસ્સામાં જોવા મળી. પોસ્ટમોર્ટમ માટે છેક ગોંડલથી તેઓને પાછા બોલાવવામાં આવ્યા.  પાટીલ નામના દર્દીને માર મરાયાનો તો વિડીયો જ જગજાહેર છે. આમ સીવીલ હોસ્પિટલનું તંત્ર એકદમ ખાડે ગયુ હોવાનું 'આપ'ના પ્રભારી નૈમિષ પાટડીયાએ જણાવેલ છે.

અહીં જે સીબીસી ટેસ્ટ કરવાનું મશીન છે તે ચાઇનાનું કેમીકલના નાણા પણ ચીનના ખાતામાં જમા થાય છે. આમાં કયાં આત્મનિર્ભતા જોવા મળી? કોરોનાના દર્દીઓ તો ઠીક અન્ય દર્દીઓના બીલ પણ ફર્ન હોટલના નામે ફાડવામાં આવ્યાની વાત પણ સૌ જાણે છે. કોવીડ હોસ્પિટલના સ્ટ્રેચર તુટી ગયા છે છતા ત્યાં ધ્યાન અપાતુ નથી. આ તમામ બાબતે તંત્રવાહકો ઘટતુ કરે તેવી માંગણી નૈમિષ પાટડીયાએ ઉઠાવી છે.

(4:29 pm IST)