Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અનેક રોગોમાં આશીર્વાદરૂપ

'અમૃતધારા'નું રાજકોટ લોહાણા મહાજન દ્વારા આવતીકાલથી વિનામૂલ્યે વિતરણ

પૂ. રણછોડદાસજી મહારાજ દ્વારા સૂચવેલા પ્રસાદના ચમત્કારી પરિણામો : હાલના કોરોના સમયમાં પણ ફાયદાકારક બની શકે છે

રાજકોટ તા.ર૩ : હાલના સમયમાં લોકો કોરોના સહિતની અન્ય બિમારીઓ થવાના ભયમાં જીવી રહ્યા છે ત્યારે પ.પૂ. રણછોડદાસજી મહારાજ (પૂ.ગુરૂદેવ) દ્વારા સૂચવવામાં આવેલ પ્રસાદ 'અમૃતધારા'નું આવતીકાલથી સવારે ૧૧ થી બપોર ર વાગ્યા દરમ્યાન રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે 'અમૃતધારા' અનેક રોગોમાં આશીર્વાદરૂપ છે તથા તેના ચમત્કારીક પરિણામો પણ મળ્યા છે હાલમાં કોરોના સમયમાં પણ તે ફાયદાકારક બની શકે છે . રાજકોટ ખાતે  કાલાવડ રોડ અન્ડરબ્રીજ, ભવાની ગોલા પાસે આવેલ રાજકોટ લોહાણા મહાજનની ઓફીસ ખાતેથી હાલમાં નિયમિતપણે 'અમૃતધારા'નું વિનામૂલ્યે વિતરણ થતું જ રહેશે. તેવું મહાજન પ્રમુખે જણાવ્યું હતું.

પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ દ્વારા સમાજ-સેવા, લોકોમાં આધ્યાત્મિકતા કેળવવાની સાથે-સાથે આયુર્વેદ અંગે પણ અગણિત પ્રયોગો આપ્યા છે.

હાલનાં કોરોનાં મહામારીનાં ખુબજ કપરા સમયમાં પૂ.શ્રી રણછોડદાસજી બાપુ દ્વારા સુચવેલ અમૃતધારા પ્રયોગ અકસીર સાબિત થઇ શકે છે. આ પ્રયોગ માટે (રાસ કે ભીમસેની), મેન્થોલ (પીપરમેન્ટ), અજમાના કૂલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ પ૦/૧૦૦/રપ૦ ગ્રામ) ત્રણે વસ્તુ ભેગી કરવાથી ર૪ કલાકમાં તે આપો આપ પ્રવાહી બની જાય છે  અને તે અમૃતધારા તરીકે  ઓળખાય છ.ે આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે.

અમૃતધારા કફ-શરદી વગેરે માટે ઉત્તમ છે. અમૃતધારા લેવાથી ઉલટી-ઝાડા-તાવ-શરદી-ખાંસી-માથાનો દુઃખાવો, પેટના રોગ (આફરો, મંદાગ્નિ, એસીડીટી) તથા દાંતનાં રોગો (પાયોરીયા), મોઢામાં પરૂ, હલતા-દુઃખતા દાંત, મોંની દુર્ગંધ, વાયુ, સાંધાનાં દુખાવા, રકત વિકાર, કફ, દમ, કાનનો દુખાવો, પરૂ નિકળવા, જંતુનાં ડંખ વગેરેમાં અમૃતધારા ઉપયોગી છે. જો કે ગુરૂદેવે જણાવેલ કે દુધ પીવડાવતી માતાને અમૃતધારા ન આપવું. કારણ કે કપુર 'દુધ'ને સુકવી નાખે છે. શ્રી ધીરૂભાઇ હરીયાણી કહે છે કે અમૃતધારાની કોઇ આડાઅસર નથી. મધુભાઇ કહે છે કોરોનાનાં લક્ષણો તાવ, શરદી ગળાની બળતરા, કફ વગેરે સમસ્યામાં અમૃતધારા ખુબજ અસરકારક છ.ે તેમજ દુર કરનાર છે.

કાલાવડ રોડ અન્ડરબ્રીજ, ભવાની ગોલા પાસે આવેલ રાજકોટ લોહાણા મહાજનની ઓફીસ ખાતેથી હાલમાં નિયમિત પણે 'અમૃતધારા'નું વિનામૂલ્યે વિતરણ થતું જ રહેશે. તેવું મહાજન પ્રમુખે જણાવ્યું હતુ઼.

અમૃતધારા ઔષધ ઉપયોગ કરવાની રીત

૧. જરૂર પડે તો સીધો ઉપયોગ કરો.

ર. પાણી-સાકર-મધ-પતાસા વગેરે સાથે અમૃતધારાનાં એક-બે ટીપા લઇ શકાય.

૩. હોમિયોપેથીની નાની ગોળીમાં અમૃતધારાનાં એક-બે ટીપા ભેળવીને લઇ શકાય.

અમૃતધારા દિવ્ય ઔષધી મેળવવાનું સ્થળ

શ્રી રાજકોટ લોહાણા મહાજન મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, કાલાવાડ રોડ અન્ડરબ્રિજ રાજકોટ  રાજકોટ

સવારે ૧૧ થી ર,  મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪

શ્રી સદ્દગુરૂ આશ્રમ-

સદ્દગુરૂ સેવાસદન ટ્રસ્ટ  કુવાડવા રોડ,સદ્દગુરૂ રોડ,

સવારે ૧૧-૩૦ થી ૧ર-૩૦

મો. ૯પ૮૬૩ ૦૮૧૭૮

આ અંગે વધુ માહિતી માટે મધુભાઇ (મો. ૯૪ર૮૦ ૩૪૦૬૯) નોસંપર્ક થઇ શકે છે.

(4:31 pm IST)