Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

માનસિક અસ્વથમાળીયા મિંયાણા પંથકની યુવતિને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાઇ, સગર્ભા હોવાનું ખુલ્યું

યુવતિને રાજકોટ સારવારમાં ખસેડાઇઃ કોઇએ ભોળપણનો લાભ ઉઠાવ્યાની શકયતાઃ પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટ તા. ૨૩: માળીયા મિંયાણા પંથકના ગામમાં રહેતી ૨૩ વર્ષિય મુસ્લિમ પરિવારની એક યુવતિને પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવતાં અહિ તપાસ દરમિયાન તેના પેટમાં સાડા પાંચથી છ માસનો ગર્ભ હોવાનું જણાતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માળીયા મિંયાણા પોલીસનેજાણ કરી છે. યુવતિના માતા-પિતા હયાત નથી. તે ફઇ સાથે રહે છે અને તેણી માનસિક અસ્વસ્થ છે. તેનો ભાઇ બીજા ગામમાં રહી મજૂરી કરે છે. તેણીની માનસિક અસ્વસ્થતાનો કોઇ હવસખોરે ગેરલાભ ઉઠાવી લીધાની શકયતા છે. તેણી પોતાની સાથે કોઇએ બળજબરી કરે કે કેમ? તે અંગે કંઇ જાણતી નથી અને કંઇ બોલતી પણ નથી. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)