Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ અમારી સારવારનેવધુ સફળ બનાવે છેઃ ડો. ખ્યાતિ જેઠવા

એક વર્ષના બાળકના માતા એવા આ તબિબ નિષ્ઠાપુર્વક બજાવે છે સિવિલ કોવિડમાં ફરજ

રાજકોટ : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ લોકોની આરોગ્ય સુખાકારી માટે આધારસ્તંભ સમાન કાર્ય કરી રહયાં છે. કોરોના મહામારીને નાથવા આ તમામ આરોગ્ય કર્મીઓ તેમની પરિવારીક ફરજ કરતા પણ વિશેષ દેશપ્રેમ અને દેશવાસીઓ પ્રત્યેની તેઓની ફરજને પ્રાધાન્ય આપી દિવસ-રાત જોયા વગર સતત કાર્યરત છે.

આવા જ એક આરોગ્યકર્મી છે એનેસ્થેસિયાલોજિસ્ટ ડો.ખ્યાતિબેન જેઠવા.., જે પોતાના એક વર્ષના બાળકથી દુર રહીને સિવિલના કોવિડ વોર્ડમાં કાર્યરત છે. તેઓ સાલસભાવે કહે છે કે, 'અમે દર્દીની ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી મુજબ તેને એનેસ્થેસિયાનો ડોઝ આપીએ છીએ, હાલ કોરોનાની મહામારીમાં ખાસ તો અમારે એ ધ્યાન રાખવું પડે છે કે કોરોના સંક્રમિત દર્દીઓને એનેસ્થેસિયા આપતી વખતે તેના મુખમાંથી નીકળતા કોરોનાના સૂક્ષ્મ કણોથી અમે સંક્રમિત ન થઈ જઈએ. અહીં સારવાર માટે આવતા દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ પરિવારના સભ્યોના અભાવે પારિવારીક એકલતા અનુભવતા હોય છે. અમારી પ્રથમ અને મહત્વપૂર્ણ કામગીરી તેઓને પારિવારીક હુંફ સાથે તેઓનો વિશ્વાસ સંપાદન કરવાની હોય છે. જેથી નિયમિત તપાસ અને સઘન સારાવારમાં તેમનો વધુ સારો સહયોગ સાંપડે છે. દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવવા માટે અસરકારક પરિબળ સાબિત થાય છે.'

(1:20 pm IST)
  • મુંબઈના સિટી સેન્ટર મોલમાં આગ ફાટી નીકળી : ૫૦૦ લોકોને બચાવી લેવાયાઃ મુંબઈના નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં, ગઈકાલે રાત્રે એક મોબાઇલ શોપમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ત્યારે મોલમાં ૫૦૦ જેટલા લોકો હાજર હતા, ફસાયેલા લોકોને સમયસર બહાર કઢાયા : કોઈ જાનહાની થઈ નથી access_time 12:51 am IST

  • લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિમાં દિલ્હીમાં LNJP હોસ્પિટલનું ભૂમિ પુજન કરાયું : 1500 બેડની આધુનિક હોસ્પિટલમાં વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા મળશે : 30 માસમાં હોસ્પિટલ કાર્યરત થઇ જશે : મુખ્યમંત્રી કેજરીવાલે ભૂમિ પૂજન પ્રસંગે માહિતી આપી access_time 1:19 pm IST

  • લડાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણીમાં લેહમાં 65,07 ટકા મતદાન :26મીએ મતગણતરી થશે : લેહ જિલ્લાના છઠ્ઠા પર્વતીય પરિષદની 26 સીટો માટે ભાજપ , કોંગ્રેસ અને આપ સાથે 23 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે : 45,025 મહિલાઓ સહીત 89,776 મતદાતા 26 બેઠકો માટે 294 મતદાનકેન્દ્રો પર ભાજપ, કોંગ્રેસના 26-26 ઉમેદવારો અને અપક્ષ 23 સહીત કુલ 94 ઉમેદવારો માટે મતદાન કર્યું access_time 12:45 am IST