Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વોર્ડ નં. ૧૧નો ઓમનગર પેવીંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૧ માં આવેલ ઓમનગર સોસાયટી શેરી નં.૮ માં કોંગી કોર્પોરેટર વસંતબેન મયુરભાઇ માલવીની ગ્રાન્ટમાંથી રૂ.ર૧૦ લાખના ખર્ચે કરવામાં આવનાર પેવીંગ બ્લોકનું કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોર્પોરેટર ઘનશયામસિંહ જાડેજા, પારૂલબેન ડેર તથા કેતનભાઇ તાળા મહીલા પ્રમુખ ધરતીબા ઝાલા, વાલજીભાઇ લકકડ, ધીરૂભાઇ ટીલાળા, મયુરભાઇ માલવી, વિપુલભાઇ તારપરા, પ્રકાશભાઇ વેજપરા, પ્રવિણભાઇ પરમાર, રાજુભાઇ કિશોરભાઇ  વાગડીયા, રમેશભાઇ, સુરજ ડેર, મેહુલ ગોહેલ, અશ્વિનભાઇ ભટ્ટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)