Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

'તારે ખાવુ હોય તો રહીમ કહે તેમ કરવું પડશે' કહી નુરી મેમણ તરૂણીનું શોષણ કરાવતી હતી

તરૂણી સાથે અડપલા કરનારા સ્ટીમ ઢોકળાના ધંધાર્થી રહીમ અને નુરી સંકજામાં

રાજકોટ, તા.ર૩ : શહેરના શાસ્ત્રી મેદાન પાસે સ્ટીમ ઢોકળાની રેંકડી ધરાવતા શખ્સે ૧૪ વર્ષની તરૂણી સાથે શારીરીક અડપલા કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થતા પોલીસે એક મહિલા અને સ્ટીમ ઢોકળાના ધંધાથી સકંજામાં લઇ લીધા છે.

મળતી વિગત મુજબ જીલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ટીમ દસ દિવસ પહેલા પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે રાત્રીના સમયે શાસ્ત્રી મેદાન પાસેથી એક રખડતી ભટકતી ૧૪ વર્ષની તરૂણ મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તે મૂળ ઉપલેટા પંથકની છે અને રાજકોટમાં તે શાસ્ત્રી મેદાન પાસે ફુટપાથ પર સૂઇ જતી હોવાનું કહ્યું હતું. દરમ્યાન ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટના અધિકારીએ તરૂણીનું કાઉન્સેલીંગ કરતા તરૂણી રાજકોટમાં રખડતુ ભટકતુ જીવન ગાળતી અને શાસ્ત્રી મેદાન પાસે ફુટપાથ પર સૂઇ જતી. તરૂણીએ કહ્યું કે દસ દિવસ પહેલા શાસ્ત્રી મેદાન પાસે હતી ત્યારે ફુટપાથ પર રહેતી નુરી નામની મહિલા પોતાને રાખતી અને 'તારે જમવું હોય તો સામે ઉભો છે તે સ્ટીમ ઢોકળાની રેંકડીવાળો જમવાનું આપશે ત્યાં જતી રહે.' જેથી તરૂણી રેંકડીએ જતી અને તે જમવાનું આપતો હતો. એક દિવસ રાત્રે રેંકડી ધરાવતા શખ્સે રેંકડી બંધ કરી તરૂણીને બસ સ્ટેશનની બાજુની ગલીમાં લઇ ગયો અને તરૂણી પર જાતિય સતામણી કરી હોવાનું જણાવ્યું હતું. તરૂણીની ફેફીયતના આધારે ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટની ટીમે તુરંત તરૂણીને લઇ શાસ્ત્રી મેદાન દોડી ગયા હતાં અને ફુટપાથ પર રહેતી મહિલા તેમની સ્ટીમ ઢોકળાની રેંકડી ધરાવતા શખ્સને સકંજામાં લઇ મહિલા પોલીસ મથકે લઇ જવાયા હતાં ત્યાર બાદ ઉપલેટા પંથકમાં રહેતા પિતાને બોલાવ્યા હતાં અને બનાવથી વાકેફ કરાયા બાદ તરૂણીના પિતાએ ફરીયાદ નોંધાવતા સ્ટીમ ઢોકળાના ધંધાર્થી રહીમ અને ફુટપાથ પર રહેતી નુરી નામની મહિલાની અટકાયત કરી પીઆઇ એસ.આર. પટેલ સહિતના સ્ટાફે પૂછપરછ હાથ ધરી છે.

(3:16 pm IST)