Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ધીરજ પોલીસ સ્ટોર્સની ઉંચી ઉડાનઃ રવિવારે નવા અદ્યતન શોરૂમમાં મંગલ પ્રસ્થાન

સંઘર્ષ+મહેનત+ધગશ+ પ્રમાણિકતા= સફળતાના સુત્રને ચરિતાર્થ કરતા ભરતભાઇ પીઠડીયા અને હિતેશભાઇ પીઠડીયા : દાયકાઓના બાપદાદાના ધંધાને હિંમતભેર જાળવ્યો એટલું જ નહીં દીપાવ્યો પણ ખરો : પોલીસ-સીકયુરીટી યુનિફોર્મ, બેજ, ટોપી, બકલ, એરગન, બુટ, ટીશર્ટ, સીકયુરીટીના સાધનો, એનસીસી, સ્કાઉટ ગાઇડની કીટ વિગેરેની વિશાળ શ્રેણી ઉપલબ્ધ : વ્યાજબી ભાવ

રાજકોટ, તા.ર૩: સફળતા અને અસફળતા એક સિક્કાની બે બાજુ છે. જીવનમાં આ બન્નેનું અનેરૂ મહત્વ છે. અસફળતાથી મોટાભાગના લોકો ગભરાઇને પોતાના લક્ષ્યાંકથી ભટકી જાય છે. એવામાં આપણને વડીલોના સંઘર્ષથી પ્રેરણા મળે છે જેના સહારે આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધતા હોઇએ છીએ. વડીલોના સંઘર્ષથી પ્રેરણા લઇ તેમના વારસાને જાળવવાનો જ નહીં પરંતુ તેમને દીપાવવાનું કામ અત્રેના ધીરજ સ્ટોર્સના સંચાલકો ભરતભાઇ પીઠડીયા અને હિતેશભાઇ પીઠડીયાએ કરી સમાજમાં એક દાખલો બેસાડયો છે. વર્ષોની મહેનત અને સંઘર્ષ બાદ તેઓ તા. રપમી ને રવિારથી એક અદ્યતન શોરૂમમાં પ્રસ્થાન કરી રહ્યા છે. સદર બજારમાં હરિહર ચોકમાં આવેલ ધીરજ સ્ટોર્સ નામની પેઢીનું વિસ્તૃતીકરણ કરી રવિવારથી તેઓ સૌરાષ્ટ્રમાં કદાચ કયાંય પણ ન હોય તેવા એક અદ્યતન ધીરજ પોલીસ સ્ટોર્સ, ધી ઇમ્પિરીયા, જી-૪ શાસ્ત્રી મેદાન, લીમડા ચોક, રાજકોટ ખાતે શોરૂમમાં મંગલ પ્રસ્થાન કરી રહ્યાં છે. આ પ્રસંગે તેઓએ મિત્રો, શુભેચ્છકો, સગાઓ, સબંધીઓ, ગ્રાહક મિત્રો વિગેરેને સવારે ૧૦-૦૦ વાગ્યાથી પાન ગુલાબ લેવા હાર્દિક આમંત્રણ આપ્યુ છે. ઉડીને આંખે વળગે તેવા નયનરમ્ય ડેકોરેશન-ઇન્ટીરીયર સાથેના આ અદ્યતન શોરૂમમાં પોલીસ, સીકયુરીટી, એનસીસી, સ્કાઉટ ગાઇડને લગતી તમામ ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થશે. આજથી ચાર દાયકા પહેલા પોલીસ યુનિફોર્મ સાથે માત્ર બે પૈસાના ગાજ કરવાથી પોતાનો ધંધો શરૂ કર્યો. અથાગ મહેનત અને સંઘર્ષના પરિણામ સ્વરૂપ તેઓ આજે રાજકોટમાં અદ્યતન કહી શકાય તેવા એક શોરૂમમાં પ્રસ્થાન કરી રહ્યાં છે ત્યારે તેમના ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ધીરજ સ્ટોરની તેમના ક્ષેત્રમાં એક આગવી ઓળખ છે અને તેણે પોતાની એક અલગ જ વિશ્વસનીયતા ઉભી કરી છે પરિણામ સ્વરૂપ આજે તેઓ સૌરાષ્ટ્રના લગભગ તમામ કેન્દ્રમાં પોતાનું નામ ગુંજન કરી શકયા છે. (મો. નં. ભરતભાઇ - ૯૪ર૬પ પ૦૩ર૦ અને હિતેશભાઇ- ૯૮ર૪ર ૧૭૦૬૭ છે.)

(3:58 pm IST)