Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હવે ભરતી ભરણીના પ્લોટોની લ્હાણી નહી થાયઃ હરરાજી થશેઃ મ્યુ.કમિશ્નર

રાજકોટઃ મહાનગર પાલિકા દ્વારા આજદીન સુધી ભરતી ભરણીના પ્લોટો જેવો લાગુ પડતા હોય તેન ેવેચી દેવામાં આવતા હતો પરંતુ હવે આવા ભરતી ભરણીના પ્લોટીની પણ જાહેર હરરાજી કરાશે.તેમ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવેલ.

શ્રી અગ્રવાલે જણાવેલ કે ભરતી ભરણીની જમીન વેચાણથી લેવા ૪ થી પ દરખાસ્તો આવી છે પરંતુ આવા કીસ્સામાં સ્થાનિક કક્ષાએ હરરાજી કરીને આપી જમીન વેચવા વિચારણા હેઠળ છે. કેમ કે કો એકજ વ્યકિતને આવી જમીન વેચવાથી પુરા ભાવ ન મળે હરીફાઇ ન રહેઅને આજ જમીન ખરીદવા ઇચ્છતા તેજ વિસ્તારના અન્ય કોઇને પણ જમીન મળે નહી આથી સ્થાનીક કક્ષાએજ ભારતી-ભરણીની જમીનની હરરાજી ગોઠવીને તેનુ વેચાણ થાય તો તંત્રને આવકા પણ વધુ થાય અને પારદર્શીતા જળવાય તેથી આવા વિસ્તારમાં હવે જમીન માંગનારનેજ સીધીજ જમીન આપવાને બદલે હરરાજીથી વેચાણ કરવાનુ વિચારણા હેઠળ છે.

(3:59 pm IST)