-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
રાજકોટ જિલ્લા બેંકનો નફો ૪૬.૧૧ કરોડઃ ખેડૂતો માટે આર્થિક-તબીબી સહાયની નવી યોજના
૩ વર્ષની મુદત માટે ર લાખની રોકડ શાખ યોજનાઃ જયેશ રાદડિયા

રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જયેશ રાદડીયા, વાઇસ ચેરમેન મગનભાઇ ધોણિયા, એમ. ડી. ઘનશ્યામભાઇ ખાટરિયા ઉપરાંત સહકારી અગ્રણીઓ ડી. કે. સખિયા, ભાનુભાઇ મેતા, પ્રવિણભાઇ માકડીયા, અરવિંદ તાળા, શૈલેષ ગઢીયા, ગૌતમ કાનગડ, વગેરે રાજકોટ ખાતે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર જે તે તાલુકા મથકોએથી વિડીયો કોન્ફરન્સથી મનસુખ ખાચરિયા, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, ગોરધનભાઇ ધામેલિયા વગેરે સભામાં જોડાયા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ર૩ :.. સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જીલ્લા સહકારી બેંકની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ ૬૧મી વાર્ષીક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ બેંકનો સને ર૦૧૯-ર૦ર૦ના વર્ષનો ચોખ્ખો નફો રૂ. ૪૬.પ૧ કરોડ થયાની અને સભાસદોને ૧પ ટકા ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમજ ખેડૂતો માટે નવી જાહેરાત કરી હતી.
શ્રી રાદડીયાએ બેંકની ૬૧મી વીડીયો કન્ફરન્સના માધ્યમથી યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને 'અદના આદમીની અડીખમ બેંક' નામ આપ્યું છે. ઝીરો ટકા વ્યાજ દરે ખેડૂતોને કે સી. સી. ધિરાણ આપવાની બાબતથી માંડી કિસાન ક્રેડીટ કાર્ડ, ખેડૂતોનો રૂ. ૧૦,૦૦ લાખનો અકસ્માત વિમો, ગંભીર માંદગીના કિસ્સામાં રૂ. ૧૦ હજારની સહય તેમજ ર૪ કલાક લોકર સેવા જેવી દરેક બાબતમાં દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડીસ્ટ્રિકટ બેંકે નવો રાહ ચિંધ્યો છે. જયારે ખેડૂતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતિમાં ડીસ્ટ્રીકટ બેંક ઉપર અડીખમ વિશ્વાસ મુકયો છે.
રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કયાં છે આ બેંકે ખેડૂતોને ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપી ખેડૂતોને ર૦૧૯-ર૦ર૦ ના વર્ષમાં રૂ. ર૩૧૭ કરોડનું ઝીરો ટકા વ્યાજે કે. સી. સી. ધિરાણ આપવા ઉપરાંત મ.મુ. ખેતી વિષયક લોનમાં ખેડૂતોને ૧ ટકા વ્યાજ રાહત, મંડળીઓને કે. સી. સી. ધિરાણમાં ૧.પ ટકા માર્જીન તથા મંડળીઓના કર્મચારીઓને ૮.પ૦ ટકાના વ્યાજ દરે ઓવર ડ્રાફટ લોન આપવા છતાં રાજકોટ ડીસ્ટ્રિકટ બેંકે રૂ. ૧રપ કરોડનો ગ્રોસ નફો અને રૂ. ૪૬.પ૧ કરોડનો ચોખ્ખો નફો કરેલ છે.
ખેડૂતો માટે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરનાર શ્રી વિઠલભાઇ રાદડીયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્વાસ સંપાદિત કરેલ છે તે ભવિષ્યમાં પણ જળવાઇ રહે તે આપણી સૌની સહીયારી જવાબદારી છે. ગત વર્ષમાં કોરોના મહામારીમાં લોક ડાઉનમાં ખેડૂતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટે બેંકની ૧૯૮ શાખાઓ મારફત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે.
ચેરમેન જયેશ રાદડીયાએ જણાવેલ કે ગુજરાતમાં જ નહિ દેશભરમાં પ્રથમ વખત ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જીલ્લા બેંકની હેડ ઓફીસમાં આપવામાં આવે છે તેમજ સાંજના ૩ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. તા. ૩૧-૩-ર૦ર૦ ની સ્થિતિએ બેંકની થાપણો પ૩૯૯ કરોડ, શેર ભંડોળ-૬૬ કરોડ, રીઝર્વ ફંડ પ૧૮ કરોડ, ધિરાણો રૂ. ૩૯૩૩ કરોડ તથા રોકાણો રૂ. ર૯પ૧ કરોડએ પહોંચેલ છે. બેંકનો સીઆરએઆર-૯.૬૦ ટકા થયેલ છે. વર્ષોથી બેંકનું નેટ એન. પી. એ. '૦' ટકા અને વસુલાત ૯૯ ટકાથી ઉપર રહે છે આમ બેંકએ દરેક ક્ષેત્રે અવિરત પ્રગતિ જાળવી રાખેલ છે. આજે નીચે મુજબ યોજના જાહેર કરીએ છીએ.
(૧) રેગ્યુલર કે. સી. સી. ધિરાણ લેતા ખેડૂતો માટે રૂ. ર,૦૦,૦૦૦ ની ૩ વર્ષની મુદત માટે નવી રોકડ શાખ યોજના લોન્ચ.
(ર) ખેડૂતો માટેની ખેત ઓજાર જાળવણી યોજનામાં રૂ. ર,૦૦,૦૦૦ માં વધારો કરી રૂ. ૩,૦૦,૦૦૦ કરવામાં આવેલ છે.
(૩) મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને ૧ ટકા રાહત આપવાની જાહેરાત કરેલ જે અન્વયે જીલ્લાના ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત રૂ. ૧ર કરોડ થાય.
(૪) ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. ૧,૦૦,૦૦૦ ની નવી રોકડ શાખ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
(પ) મોરબી અને રાજકોટ જીલ્લાની ખેતી વિષયક મંડળીઓને આર્થિક રીતે વધુ મજબુત બનાવવા રૂ. રપ૦૦ કરોડનો કે સી.સી. ધિરાણમાં મંડળીઓને હાલનું માર્જીન ૧ ટકા છે તે વધારીને ૧.રપ ટકા કરવા જાહેરાત કરેલ છે. આ યોજના હેઠળ અંદાજીત રકમ રૂ. ૧ર.પ૦ કરોડનો મંડળીઓને લાભ થશે.
(૬) વિઠલભાઇ રાદડીયા મેડીકલ સહાય યોજના આ યોજના હેઠળ ખેતી વિષય મંડળીઓના ધિરાણ લેતા સભાસદોને કીડની, કેન્સર, પથ્થરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે રૂ. ૧ર,૦૦૦ ની મેડીકલ સહાય આપવાની યોજના જાહેર કરેલ છે.
-
હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST
-
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST
-
દિલ્હીની બે બજારો બંધ કરી દેવાઈ : પશ્ચિમ દિલ્હીના બે બજારો જનતા માર્કેટ અને પંજાબી બસ્તી બાઝારને ૩૦મી સુધી બંધ કરી દીધા છે : અહિં નિયમોનું ઉલ્લંઘન અને ભારે ભીડ સર્જાતી હતી : કોરોનાએ અહિં રાડ બોલાવી દીધી છે access_time 11:32 am IST
-
ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં આવી જશે કોરોનાની વેકસીન access_time 10:12 am IST
-
શિયાળાની ઋતુમાં તમે આવી ૧૦ ભૂલ તો નથી કરતા ને ? શું વધુ પડતુ ન કરવું ? access_time 10:10 am IST
-
મયુરસિંહ જાડેજાની તરફેણમાં રજૂઆત કરવા આવેલા ગજકેશરી ફાઉન્ડેશન, ક્ષત્રિય યુવા સંગઠનના ૨૮ની અટકાયત access_time 3:27 pm IST
-
જામનગરનાં ગલ્લામાં પિતાએ સગાઇ કરવાનુ કહેતા યુવતિએ આપઘાત કરી લીધો access_time 12:53 pm IST
-
ઠંડી યથાવતઃ ગિરનાર ૭.૬ નલીયામાં ૯ ડિગ્રી access_time 11:07 am IST
-
કહેવાતા ભુવાએ સળગાવેલી ઉર્મિલાનું મોતઃ બનાવ હત્યામાં પરિણમ્યો access_time 11:05 am IST
-
નર્મદા જિલ્લામાં સોમવારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1464 પર પહોંચ્યો access_time 12:27 am IST
-
સોના ચાંદીના ભાવમાં ધીમો સુધારો : દિવાળીની ઘરાકીને પગલે ભાવને સપોર્ટ access_time 8:16 pm IST
-
અમેરિકા સહીત યુરોપમાં કોરોનાનો ત્રીજો તબક્કો આવવાની WHOની ચેતવણી access_time 5:19 pm IST
-
આ લક્ષણો ધરાવતા લોકોથી ચેતીને રહેજો: થઇ શકે છે કોરોના વાયરસ access_time 5:19 pm IST
-
પોતાની વધતી ઉમર કરતા યંગ દેખાવા માટે શુદ્ધ ઓક્સિજન લેવું હિતાવહ:સંશોધન access_time 5:18 pm IST
-
સ્પોટ ફિકસીંગમાં પકડાયેલા શ્રીસંત ક્રિકેટમાં કરશે વાપસી access_time 3:38 pm IST
-
ભારત 2022માં ફીફા અન્ડર -17 મહિલા વર્લ્ડ કપનું કરશે આયોજન access_time 5:28 pm IST
-
૨૦૦૩ વર્લ્ડ કપમાં સચિને અમારી સામેની ૯૮ રનની ઇનિંગ બેસ્ટ હતીઃ ઇન્ઝમામ access_time 3:37 pm IST
-
અભિનેતા અમિત સાધે કર્યો છે 4 વખત આત્મહત્યાનો પ્રયાસ access_time 4:37 pm IST
-
શોભિતાએ પુરુ કર્યુ મેજરનું શુટીંગ access_time 10:00 am IST
-
'ઇન્ડિયા બેસ્ટ ડાન્સર'નો વિજેતા બન્યો અજયસિંહે access_time 4:37 pm IST