Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

લક્ષ્મી સોસાયટીના જીવણભાઇ પરમારને ગાળો દઇ રિક્ષાનું હુડ સળગાવાયું

રિસામણે બેઠેલી ભત્રીજીના સમાધાનની વાતમાં ભાગ ભજવતાં ખાર રાખી ભત્રીજા જમાઇ સહિત ત્રણે ડખ્ખો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૩:  નાના મવા રોડ લક્ષ્મી સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક અને સામાજીક કાર્યકર પોતાના ભાઇની દિકરી ભત્રીજીને પતિ સાથે ચાલતાં મનદુઃખમાં સમાધાનની વાત કરવાં પોલીસ સ્ટેશને જતાં ભત્રીજા જમાઇ સહિત ત્રણ જણાએ રિક્ષા પાછળ રાખી તું કેમ વચ્ચે આવે છે કહી ગાળો દીધા બાદ રાત્રીના સમયે રિક્ષાનું હુડ સળગાવી નુકસાન કરતા ફરિયાદ થઇ છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે નાના મવા રોડ લક્ષ્મી સોસાયટી-૭માં રહેતાં રિક્ષા ચાલક જીવણભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી મહેન્દ્ર તથા મહેન્દ્ર ઉર્ફ મિતુલના માસીનો દિકરો ભાઇ અને એક અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૩૫, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જીવણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રિક્ષા ડ્રાઇવીંગ કરવાની સાથે સામાજીક કાર્યકર તરીકે પણ કામ કરે છે. ૧૯મીએ કુટુંબમાં માથાકુટ ચાલતી હોઇ જેથી મોટા ભાઇ મનજીભાઇ સાથે આજીડેમ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા તેઓ ગયા હતાં. મોટાભાઇની ભાણેજ મનિષા અને તેનો પતિ મહેન્દ્ર ઉર્ફ મિતુલ વચ્ચે છ-સાત મહિનાથી માથાકુટ ચાલતી હોઇ મનિષા રિસામણે હોવાથી સમાધાનની વાતચીત કરવા બધા ભેગા થયા હતાં. મહેન્દ્ર પણ આવ્યોહ તો. સમાધાન થઇ ગયા બાદ જીવણભાઇ રિક્ષા લઇ ઘરે જવા નીકળ્યા અને મવડી ચોકડીએ પહોંચ્યા ત્યારે મહેન્દ્રએ ફોન કરી તું કેમ વચ્ચે આવે છે? કહી ગાળો દીધી હતી.

એ પછી જીવણભાઇ નાના મવા સર્કલ પાસે પહોંચ્યા ત્યારે મહેન્દ્ર, તેના માસીનો દિકરો અને એક અજાણ્યો આવી ગયા હતાં અને ચાલુ રિક્ષાએ ગાળો દીધી હતી. જીવણભાઇ રિક્ષા અટકાવ્યા વગર ઘર સુધી પહોંચી જતાં ત્રણેયે પાછળ જઇ ફરી ગાળો દેતાં જીવણભાઇએ પોતાના મોટા ભાઇના ઘરનો મામલો હોવાથી પોતે પોલીસ સ્ટેશને આવ્યા હતાં તેમ કહ્યું હતું. એ પછી ગત રાતે એકાદ વાગ્યે તેમની રિક્ષાનું હુડ સળગતું હતું. નીચે ઉતરીને જીવણભાઇએ જોતાં મહેન્દ્ર ત્યાંથી ભાગતો દેખાયો હતો.  તે વખતે અરજી કરી હતી. હવે તેના આધારે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ બી. બી. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)
  • આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ મહામારી ઉપર વિડીયો કોન્ફરન્સીંગથી ચર્ચા કરશે access_time 4:04 pm IST

  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST