Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજકોટ રેલ્વે સ્ટેશને સેંકડો મુસાફરો રાત્રીના ઠુઠવાઇ રહ્યા છે

કોરોના સંક્રમણને રોકવા ગુજરાતના અન્ય મહાનગરોની સાથે રાજકોટમાં પણ રાત્રીના ૯ થી સવારના ૬ સુધીનો કર્ફયુ લાદવામાં આવ્યો છે. કર્ફયુથી જો કોઇ હેરાન થતાં હોય તો તે મુસાફરો છે. તેઓની હાલત કફોડી થઇ જવા પામી છે. ખાસ કરીને રેલ્વે થકી પ્રવાસ કરતા મુસાફરો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ઉપરથી આવતી અને રાત્રે ૯ પછી ઉપડતી ટ્રેનોના મુસાફરોને ઠંડીમાં ૯ પહેલા સ્ટેશને આવી જવું પડે છે અને ઠંડીમાં ટ્રેન આવે ત્યાં સુધી સ્ટેશને ઠુઠવાઇને બેસવું પડે છે એટલુ જ નહિ બહારથી રાત્રીના સમયે આવતા મુસાફરો પણ કર્ફયુને કારણે સ્ટેશને અટવાઇ જતાં હોય છે. કારણ કે તેમને રીક્ષા કે ટેક્ષી મળતી હોતી નથી-મુસાફરોનું કહેવું છે કે અમોને તકલીફ ન પડે તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. તસ્વીરમાં રેલ્વે સ્ટેશને ટ્રેનની રાહ જોઇ બેઠેલા મુસાફરો દૃષ્ટિગોચર થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:55 pm IST)