Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રવિવારે જાહેરનામાનો અને કર્ફયુનો ભંગ કરનારા ૧૩૭ને પોલીસે પકડ્યા

૧૧ કાર, ૧૮ રિક્ષા અને ત્રણ સવારીમાં માસ્ક વગર નીકળેલા ૯ બાઇકના ચાલકો સામે પણ કાર્યવાહીઃ લોકોને કાયદાનું પાલન કરવા પોલીસનો સતત અનુરોધ

રાજકોટ તા. ૨૩: કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે શહેરમાં રાત્રી કર્ફયુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દિવસના સમયે બહાર નીકળતાં લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ બીજા નિયમોનું પાલન કરે તે માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. શનિવાર રાતથી કર્ફયુ ભંગના કેસ નોંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રવિવારે સાંજથી મોડી રાત સુધી જાહેરનામા ભંગ અને કર્ફયુ ભંગના અલગ-અલગ સ્થળો પર ૧૩૨ કેસ પોલીસે નોંધી ૧૩૭ની ધરપકડ કરી હતી. કારમાં, રિક્ષામાં નિયમ કરતાં વધુ મુસાફરો સાથે નીકળનારા, બાઇકમાં ત્રણ સવારી અને માસ્ક વગર નીકળનારા પણ દંડાયા હતાં. પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો આ મુજબ છે.

શહેરના એ ડીવીઝન પોલીસે માલવીયા ચોક, કાલાવડ રોડ અન્ડરબ્રીજ પાસેથી કાર ચાલકને, જયુબેલી ચોક પાસેથી કાર ચાલક સહિત પાંચને તથા બી ડીવીઝન પોલીસે ભાવનગર રોડ, સંતકબીર રોડ, કુવાડવા રોડ પર બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા સાત તથા બેડી ચોકડી પાસેથી કાર ચાલકને તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી જાહેરનામાનો ભંગ કરનારા બે અને ચુનારાવાડ ચોક, આજીડેમ સર્કલ પાસેથી આઠને તથા ભકિતનગર પોલીસે પુજારા પ્લોટમાંથી ચામુંડા કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા વેપારીને, અને સોરઠીયાવાડી સર્કલ, દેવપરા પ્રણામી ચોક, આનંદનગર મેઇન રોડ, રાધાકૃષ્ણ મેઇન રોડ વિક્રમ ચોક, આહીર ચોક પાસે માસ્ક પહેર્યા વગર નીકળી કર્ફયુ ભંગ કરનારા નવને તથા કુવાડવા રોડ પોલીસે બામણબોર કનૈયા હોટલ પાસે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા ચાર, બસ સ્ટેન્ડ પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેા બે સહિત સાતને તથા આજીડેમ પોલીસે ગોંડલ ચોકડી પાસેથી રીક્ષામાં બે થી વધુ મુસાફરોને બેસાડીને નીકળેલા નવ રીક્ષા ચાલકોને, કોઠારિયા મેઇન રોડ, સરધારગામમાં કાર લઇને નિકળેલા બે કાર ચાલકોને તથા કર્ફયુ ભંગ કરનારા ચારને તથા માલવીયાનગર પોલીસે રાજનગરમાંથી પાણીપુરીની લારી ચલાવનાર શખ્સને, કાલાવાડ રોડ પર નકલંક ટી સ્ટોલ પાસેથી એકને જાહેરનામા ભંગ બદલ તથા કર્ફયુ ભંગ કરનારા પુનીતનગર પાણીના ટાંકા પાસેથી કાલાવડ રોડ કોટેચા ચોક પાસેથી, કૃષ્ણનગર મેઇન રોડ પરથી, કે.કે.વી. હોલ ચોક પાસેથી દસને તથા પ્ર.નગર પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા સદર બજારમાંથી રીક્ષા ચાલક અને ત્રીપલ સવારી નીકળેલા બે બાઇક ચાલકને તથા કર્ફયુ ભંગ કરનારામાં સદર બજાર, જંકશન પ્લોટ, સીંધી કોલોની મેઇન રોડ પરથી દસને તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર વધુ મુસાફરોને લઇને નિકળેલા બે ઇકો કાર ચાલક અને બે રીક્ષા ચાલકને, રૈયા રોડ પરથી ત્રણ રીક્ષા ચાલક રૈયા ચોકડી, પટેલ ચોક, એસ. કે. ચોક, ઇન્દીરા સર્કલ પાસેથી, માધાપર ચોકડી પાસે મળી ર૩ને તથા તાલુકા પોલીસે વાવડી ચોકી પાસેથી જાહેરનામાનો ભંગ કરનારા રીક્ષા ચાલક સહિત બે અને કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસેથી કર્ફયુ ભંગ કરનારા સાતને તથા યુનિવર્સિટી પોલીસે રૈયા ચોકડી પાસે ચાની હોટલ ધરાવતા વેપારી અને રામેશ્વર ચોક સંતોષ પાર્ક પાસે ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ધરાવનાર વેપારીને તથા પંચાયતનગર ચોક, આકાશવાણી ચોક, નવા દોઢસો ફુટ રોડ પરથી કર્ફયુ ભંગ કરનારા ત્રણ રીક્ષા ચાલક મળી ૧૬ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)